Gondal Highway

Gondal Highway

શનિવારે રાજકોટ પાસે ગોંડલ નેશનલ હાઇવે (Gondal Highway) પર ગંભીર અકસ્માત સર્જાયો છે. બિલિયાળા પાસે કપાસ ભરેલ ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા બંને વાહનો સળગી ઉઠ્યા હતા. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, ધડાકા સાથે બંને ગાડીઓમાં બ્લાસ્ટ થયો હતો.  

મળતી માહિતી અનુસાર, ગોંડલ બીલિયાળા પાટીયા પાસે કાર અને ટ્રક સામસામેથી આવી રહ્યા હતા. બંને વાહનો એકસાથે ટકરાયા હતા. આ ટક્કર એટલી જોરદાર હતી કે, બંને વાહનો સળગી ઉઠ્યા હતા. ધડાકા સાથે આગ લાગતા કારમાં સવાર ત્રણ મહિલાઓ આગમાં બળીને ખાખ થઈ હતી.  

આ પણ જુઓ : બે યુવાનોએ વૃદ્ધને સમલૈંગિક સંબંધોની લાલચ આપી હનીટ્રેપમાં ફસાવ્યા

ગોંડલ ફાયર બ્રિગેડનો સ્ટાફ જાણ થતા ઘટના સ્થળે પહોંચી આગ બૂઝવવાની કામગીરી કરાઈ હતી. પરંતુ આગ બૂઝવ્યા બાદ બંને વાહનોનો કાટમાળ થઈ ગયો હતો. અકસ્માત બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024