Songadh

Songadh

સોનગઢ (Songadh) ના ટોકરવા ગામની એક 28 વર્ષિય આદિવાસી વિધવા મહિલા સાથે વ્યારાનો નઝીર ગનીભાઇ સૈયદ નામનો મુસ્લીમ યુવક સંપર્કમાં આવ્યો હતો. તેણે પોતાનો ધર્મ અને જાતિ છુપાવી પોતે આદિવાસી કોકણી સમાજનો અને કુવારો છે તેમ જણાવી મહિલા સાથે પ્રેમસંબંધ બાંધી લગ્નની લાલચ આપી શરીર સબંધ બાંધવા દબાણ કરતો હતો.

મહિલા શરીર સંબંધ બાંધવા ના પાડતી હોવા છતાં મહિલાને પત્ની તરીકે રાખવાનો વિશ્વાસ આપી નઝીર સૈયદે અવારનવાર મહિલા સાથે તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. આ દરમિયાન મહિલા એક બાળકને જન્મ આપી માતા પણ બની હતી.

તેમ છતાં વિધર્મી યુવકે તેને અપનાવી નહિ અને રૂ. 40,000 પણ પડાવી લીધા હતા. એક વર્ષ પછી નઝીર સૈયદ મુસ્લિમ જાતિનો અને પરિણીત હોવાની જાણ થતા યુવકે મહિલાને જાતિ વિષયક અપશબ્દો કહી ભોગ બનનારને જીવતી સળગાવી દેવાની ધમકી આપી હતી. ત્યારબાદ મહિલાએ નારી અદાલતમાં ફરિયાદ કરી હતી. ફરિયાદના આધારે પોલીસે નઝીર ગની સૈયદ અને તેના મિત્ર નિલેશ લુહાર સામે આઈપીસીની કલમ ૩૭૬ તેમજ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024