Robbing
પાટણ તાલુકાના કમલીવાડા ગામના મહેન્દ્રભાઈ નાઈ તેમના ગામથી એક રિક્ષામાં બેસી કુણઘેર જઈ રહ્યા હતા. તે દરમિયાન રિક્ષામાં બે મહિલા પણ બેઠી હતી. ત્યારબાદ બંને મહિલા અને રિક્ષાચાલક મળીને મહેન્દ્રભાઈને પાટણ સાઈબાબા રોડ ઉપર છરીની બતાવી રૂ.18000 રોકડા સહિત એક મોબાઈલની લૂંટ (Robbing) કરી હતી.
આ અંગે મહેન્દ્રભાઈએ પાટણ એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદ બાદ તપાસ અધિકારી પીઆઇએ લૂંટ કરનારી માતા અને દીકરીની અટકાયત કરી હતી. તેમાં સુનિતાબેન દિનેશભાઈ વાલ્મિકી અને તેની પુત્રી નેહાબેન હરેશભાઈ વાલ્મિકી આ બંને મોતીસા દરવાજા પાટણના હોવાનું જાણવા મળ્યું હતું..
આરોપીઓ પાસેથી મુદ્દામાલ રૂ. 2400ની રોકડ જપ્ત કરી છે. ઉપરાંત પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે મોબાઈલ, વપરાયેલા હથિયાર છરી અને પ્રતાપજી ઉર્ફે સાહીલ ઠાકોર વિશેની માહિતી માટે કોર્ટમાં રજૂ કરી મંગળવાર સુધીના રિમાન્ડની માંગ કરવામાં આવી છે.