Swarnim Sankul
ગુજરાતમાં ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ (Swarnim Sankul) માં આવેલા મુખ્યમંત્રી કાર્યાલયમાં એકાએક કર્મચારીઓમાં કોરોના સંક્રમણમાં વધારો થયો છે. મુખ્યમંત્રી કાર્યાલયના વધુ 8 કર્મચારીઓ કોરોના સંક્રમિત આવ્યા છે.
અત્યાર સુધી કુલ 19 કર્મચારીઓના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. પોઝિટિવ આવેલ કર્મચારીઓને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે. ઉપરાંત તેમના સંપર્કમાં આવેલા તમામ કર્મચારીઓના ટેસ્ટ કરવામાં આવ્યા છે. સાથે સમગ્ર સંકુલને સેનિટાઇઝ કર્યા બાદ સીએમ કાર્યાલયમાં મુલાકાતીઓને પ્રવેશ આપવાનું શરૂ કરાયું છે.
આ પણ જુઓ : જયોતિગ્રામ યોજના પછીની સૌથી મોટી ઐતિહાસિક યોજના ” કિસાન સૂર્યોદય યોજના
આ વિશે મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે કહ્યું કે જે કર્મચારીઓ સંક્રમિત થયા હતા તેઓ હોમ આઇસોલેટ છે અને સંપર્કમાં આવેલા તમામ કર્મચારીઓના ટેસ્ટ કરાયા છે. સ્વર્ણિક સંકુલમાં એકાએક કોરોના સંક્રમણ વધતા કર્મચારીઓમાં ડરનો માહોલ ફેલાયો.