ગુજરાતમાં 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની શાળાઓ ખુલશે: શિક્ષણમંત્રી

પોસ્ટ કેવી લાગી?

Education Minister

કેબિનેટની બેઠક બાદ ગુજરાત સરકારના શિક્ષણમંત્રી (Education Minister) એ મહત્વની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે કે, ગુજરાતમાં 11 જાન્યુઆરીથી તમામ બોર્ડના  ધોરણ 10 અને 12ના વર્ગો શરૂકરાશે તથા સ્નાતક-અનુસ્નાતકના છેલ્લા વર્ષનું શૈક્ષણિક કાર્ય ચાલુ કરાશે.

ગુજરાત રાજ્યની તમામ બોર્ડ cbsc બોર્ડ સહિત તમામ બોર્ડને નિર્ણય લાગુ પડશે. કેન્દ્ર સરકારની sop હેઠળ અમલ થશે. તમામ શાળાએ કોરોના ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન કરવું પડશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ અંગે ચર્ચા વિચારણા બાદ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.  

બધી sop શિક્ષણ વિભાગે સંસ્થાને મોકલી છે. શિક્ષણ મંત્રીએ મહત્વનું નિવેદન આપ્યું છે કે સંચાલકોએ શાળામાં સ્વચ્છતા રાખવી પડશે. થર્મલ ગન દ્વારા તમામ વિદ્યાર્થીઓનું તાપમાન પણ ચેક કરવું પડશે. માસ્ક પણ ફરિયાત પહેરવું પડશે.

આ પણ જુઓ : મહિલા પર ગેંગરેપ બાદ ગુપ્તાંગમાં સળિયો નાખી મોતને ઘાટ ઉતારી

ઉપરાંત શિક્ષણ મંત્રીએ કહ્યું કે, શાળામાં વિદ્યાર્થીઓની હાજરી ફરજીયાત રહેશે નહીં. વિદ્યાર્થીઓએ પોતાના વાલીની સંમતિ લઇને પત્રકમાં મંજૂરી આપવાની રહેશે. આ માટેના જરૂરી ફોર્મ શાળાઓને મોકલી આપવામાં આવ્યા છે. ઉપરાંત ઓનલાઇન શિક્ષણ વ્યવસ્થા રાબેતા મુજબ ચાલુ રહેશે. શાળામાં જેટલું શૈક્ષણિક કાર્ય થશે એટલા જ શૈક્ષણિક કાર્યની પરીક્ષા લેવામાં આવશે. વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે નહીં.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures