પાટણ તાલુકાના કુણેઘર ગામે રાજપુત- બ્રાહમણ અને ઠકકર સમાજના હિંદુ સ્મશાન ગૃહમાં પ્રભુ શિવની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
પ્રભુ શિવના પિ્રય વૃક્ષા બીલીપત્ર- પીપળો- ચંદન- આસોપાલવ- જાંબુડો- જામફળી- તુલસી- બોરસલ્લી જેવા અનેક વૃક્ષાોનું વૃક્ષાારોપણ દાતાઓના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ મુકિતધામમાં દાતાશ્રીઓના સહયોગથી અગ્નિ સંસ્કારનો શેડ- સ્મશાનની સગડી- અંતિમ વિસામો- પાણીની લાઈન- બેસવાના બાંકડા સહિતની વ્યવસ્થા દાતાઓના દાન થકી કરવામાં આવી હતી. આ પ્રસંગે કુણઘેર સ્મશાનગૃહનું નામ મોક્ષોશ્વર મુકિતધામ આપવામાં આવ્યું હતું.
- વસ્ત્રાલ દાદાગીરી કેસ: વધુ એક આરોપીની ધરપકડ, મુખ્ય આરોપી હજુ પણ ફરાર
- સુરેન્દ્રનગરમાં ધર્મ પરિવર્તન કરાવવાના આરોપસર બે લોકોની ધરપકડ, હિન્દુ દેવી-દેવતાઓ પર અભદ્ર ટિપ્પણી કરવાનો આરોપ
મોક્ષોશ્વર મુકિતધામમાં રાજપૂત તથા બ્રાહમણ સમાજના દાતા શૈલેન્દ્રસિંહ સોઢા- નિલેશભાઈ રાજગોર- બાબુજી ગોહિલ- લક્ષમણસિંહ પરમાર વગેરેના હસ્તે શંકર ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ પ્રસંગે મફાજી ગોહિલ- ભાવસંગજી દેવડા- દશરથસિંહ પરમાર સહિતનાઓ ઉપસ્થિત રહયા હતા.