પાટણ શહેર નો વિકાસ અને વિસ્તાર દિનપ્રતિદિન વિસ્તરી રહ્યો છે ત્યારે ટ્રાફિકની સમસ્યા પણ જટિલ બનવા પામી છે પાટણ શહેરના હાઈવે માર્ગ પાર અવાર નવાર સર્જાતી ટ્રાફિકની સમસ્યા અને નાના-મોટા અકસ્માતોના બનાવો ને ધ્યાનમાં રાખીને માર્ગ અને મકાન વિભાગ દ્વારા શહેરના સિદ્ધપુર ચાર રસ્તા હાઇવે માર્ગ પર ઓવર બ્રીજ ની કામગીરી કેટલાક સમયથી હાથ ધરવામાં આવી છે
આ બિ્રજ ની કામગીરીનો કોન્ટ્રાકટ મેળવનાર કંપની દ્વારા સિદ્ધપુર ચાણસ્માનો મુખ્ય હાઇવે માર્ગ બંધ કરી વાહનોની અવરજવર માટે ડાયવર્ઝન આપવામાં આવ્યા છે પરંતુ ડાયવર્ઝન માર્ગની હાલત ઉબડ ખાબડ બની હોવાનાં કારણે માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોને અનેક યાતનાઓ ભોગવવી પડી રહી છે
તો કયારેક ક્યારેક આ ઉબડખાબડ માર્ગના કારણે વાહનો પલ્ટી ખાઈ જવાની સંભાવનાઓ પણ પ્રબળ બની હોય બિ્રજનો કોન્ટ્રાકટ મેળવનાર કંપની દ્વારા તાત્કાલિક ધોરણે ડાયવર્ઝન માર્ગને પેવર બનાવવામાં આવે તેવી માંગ વાહન ચાલકોમાં તેમજ માર્ગ પરથી પસાર થતાં રાહદારીઓમાં પ્રબળ બનવા પામી છે.