કોરોનાની મહામારીમાં ધારપુર કોવિડ હોસ્પિટલમાં સારવાર લેતાં દર્દીઓ અને સ્વજનો માટે સવારે ચા-નાસ્તો સહિત બે ટાઈમના ભોજનની વ્યવસ્થા છેલ્લા ૪ર દિવસથી સતત સિધ્ધહેમ સેવાગ્રુપ દવારા સેવાકાર્ય કરવામાં આવી રહયું છે
જેને લઈ ગતરોજ સૌનું કલ્યાણ થાય અને આવી મહામારી ફરી ના આવે તેની આરાધના કરવા સૌની માં અંબે રક્ષા કરે અને અહીં દાખલ તમામ કોરોનાના દર્દીઓ સાજા થઈ પોતાના નિવાસ સ્થાને પરત ફરે તેવા ભાવ સાથે ભોજન પ્રસાદના સેવાકાર્યના સમાપન દિવસે નવચંડી મહારુદ્ર હવનનું આયોજન સિધ્ધહેમ સેવા ગ્રુપ દ્વારા ધારપુર કોવિડ હોસપીટલ ખાતે કરવામાં આવ્યું હતું.
જેમાં સિધ્ધહેમ સેવા ગ્રુપના તમામ સભ્યોએ યજ્ઞમાં આહુતિ આપી મા અંબેને આવી મહામારી ફરીથી ના આવે તેવી પ્રાર્થના કરી સારવાર લઈ રહેલા તમામ કોરોનાના દર્દીઓ સ્વસ્થ થઈને પોતાના નિવાસસ્થાને પરત ફરે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી