માનવ સેવા એજ પ્રભુ સેવા માં માનનાર જાયન્ટ્સ પાટણ પરિવાર દ્વારા સતત બે માસ વહીવટી તંત્ર સાથે ખભે ખભો મિલાવીને સેવાનો લાભ ઉપરાંત જાયન્ટ્સ પાટણ પરિવારે પ૦મો પ્રોજેકટ લોન્ચ કર્યો છે.
જેમાં કોરોના સમયમાં પુજા પાઠ કરીને મંદિરોના પૂજારીઆે દ્વારા શહેરીજનોની કોરોના સામે રક્ષણ મળે તે માટે ભગવાનને પ્રાર્થના કરી હતી. તે અંતર્ગત પાટણ ના પ૦ મંદિરોના પૂજારીઆેને સવા સવા મણ ઘઉં દરેક પૂજારીઆેને કુલ ૬ર.પ૦ મણ ઘઉં પુજારી મિત્રોનું રજિસ્ટ્રેશન કરીને વિતરણ કરવાનો પ્રોજેક્ટ જાયન્ટ્સ પાટણ દ્વારા કરવામાં આવ્યો હતો.
જાયન્ટ્સ પાટણના ઉપપ્રમુખ રાજેન્દ્રકુમાર સી. પટેલ અને કાર્યપાલક ઈજનેર નર્મદા નિગમ ભચાઉ એમ.કે.ગમારનો આ પ્રોજેક્ટમાં સહયોગ મળ્યો હતો. પુજારીઓએ આધારકાર્ડ ઝેરોક્ષ ઉપર ક્યાં મંદિર માં પૂજા કરેછે તે દર્શાવીને પ્રોજેક્ટ ચેરમેન સત્યેનભાઈ ગુપ્તાના મોબાઈલ નંબર ૯૮રપરપર૦ર૯નો કોન્ટેકટ કરવાથી સવા મણ ઘઉં મળી જશે.
પ્રમુખ નટુભાઈ દરજી મંત્રી પ્રહલાદભાઇ પટેલ દાતા હર્ષા રાજેન્દ્રકુમાર પટેલ, ઉજવલ પટેલ પ્રોજેક્ટ ચેરમેન સત્યેનભાઈ ગુપ્તા ઈશ્વરભાઈ પટેલ રમેશભાઈ ઠક્કર અને જાયન્ટ્સ પાટણ પરિવારે હાજરી આપી હતી. આ પ્રસંગે જાયન્ટસ પાટણના પ્રમુખ નટુભાઈ દરજીએ કોરોનાકાળમાં ભગવાનને પ્રાર્થના કરીને
સમગ્ર ભારતવર્ષમાંથી કોરોનાને નાબુદ કરવા માટે મંદિરના પૂજારીઓએ પ્રાર્થના કરી હતી તેવા પાટણ શહેરના વિવિધ મંદિરોના પ૦ જેટલા પુજારીઓને સવા મણ ઘઉં આપી તેઓને મદદરુપ થવાના પ્રયત્નો કરવામાં આવ્યા હોવાનું જણાવી કોરોનાનું સંક્રમણ ઓછુ થવા છતાં સોશીયલ ડિસ્ટન્સ અને માસ્ક ફરજીયાત પહેરવા શહેરીજનોને અપીલ કરી હતી.
