મહેસાણાના વિસનગરમાં આેિકસજન બેન્કનો આરંભ કરાયો છે. વિસનગરના અને હાલ અમેરિકા વસવાટ કરતા સેવાભાવી દંપતિ ડો. જસવંતકુમાર અને ઇલાબેન પટેલ દ્વારા લાખો રૂપિયાના ખર્ચે ૧૦૦ જેટલા આેિક્સજન કોન્સેન્ટ્રેટર મશીન દાન સ્વરૂપે અપાયા છે.

જેને ડાૅ.વાસુદેવ જે. રાવલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિશુલ્ક રીતે જરૂરિયાતમંદ દર્દીઆેની સારવાર માટે આપવામાં આવશે. ત્યારે હવે કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે વિદેશ રહેતાં ભારતીયોની લાગણીઆે વરસી રહી છે

અને વિસનગરમાં નિશુલ્ક આેિક્સજન કોન્સન્ટ્રેટર બેન્કની સેવા ખરા અર્થમાં જન આરોગ્ય માટે પ્રેરણા સ્ત્રોત રૂપે જોવા મળી રહી છે જેના થકી અનેકજિદગીને પ્રાણવાયુ પૂરો પાડવામાં આવનાર છે.