થરાદ માંગરોળ ગામે મેડિકલ સ્ટોર્સમાંથી પ્રતિબંધિત દવાના જથ્થા સાથે એકની અટકાયત કરાઈ હતી. પોલીસે અલગ-અલગ પ્રકારની રૂ.૧પ૩૬ નીકિમતની ગોળીઆેનો જથ્થો જપ્ત કર્યો હતો.
થરાદના એ.એસ.પી. પૂજા યાદવ અને પીઆઈ જે.બી.ચૌધરીને મળેલ બાતમીના આધારે સ્ટાફ સાથે થરાદના માંગરોળ ગામેથી વિનોદભાઈ ધીરજભાઈ ચૌધરી (રહે.રાજકોટ,તા.થરાદ) ની ચૌધરી મેડિકલ સ્ટોર્સમાં એનડીપીએસ અંગે રેઇડ કરતા
ચૌધરી મેડિકલ સ્ટોર્સમાંથી ગેરકાયેદસર પ્રતિબંધિત દવાની અલગ-અલગ પ્રકારની ગોળીઆેનો જથ્થોકીમત રૂ.૧પ૩૬ નો રાખી કોઇપણ ડોકટરના પ્રિસ્ક્રીપ્શન વગર વેચાણ કરતો મળી આવતા આરોપી વિનોદભાઈ ધીરજભાઈ ચૌધરી વિરુદ્ઘ એનડીપીએસ એકટ મુજબ થરાદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
