ચાણસ્માના જસલપુર ખાતે આવેલી ઓમ પ્રબલિક સ્કૂલમાં ટ્રસ્ટીઓ દ્વારા એક સુંદર નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં મા- બાપ વગરના જે વિધાર્થીઓ હોય તેઓને ધોરણ-૧ થી લઈને ૧ર સુધી આ સ્કૂલમાં મફત ભણાવવામાં આવશે જેની કોઈ પણ જાતની ફી લેવામાં આવશે નહીં. પુસ્તકો તથા બેગ અને અભ્યાસને લગતી તમામ શૈક્ષાણિક સાધન સહાય આ બાળકોને સ્કૂલમાંથી આપવામાં આવશે.
શાળાના પીન્સીપાલ નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે અમારી શાળામાં અમારા ટ્રસ્ટીઓએ જે નિર્ણય લીધો એ જાણીને અમારા સ્ટાફમાં આનંદની લાગણી પ્રસરી ગઇ હતી.
શાળાના પ્રમુખે જણાવ્યું હતું કે અમારો એક જ ધ્યેય છે આ કોરોના મહામારી માં જે બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે તેમને સારો અભ્યાસ આપીને પગભર થવાની તક અમારી ઓમ પ્રબલિક સ્કૂલ દ્વારા થઈ રહી છે.
શાળાના ટ્રસ્ટી ગૌરવ ભાઈ પટેલે જણાવ્યું હતું કે અમારી શાળામાં તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે- શાળાની અંદર કેમેસ્ટ્રી બાયોલોજી ની લેબછે- શાળામાં ફાયર સેફટી છે- શાળા સીસીટીવીથી સજ્જ છે
બાળકોને રમવા નું સુંદર મેદાન છે.- તમામ શિક્ષકો ઉચ્ચ અભ્યાસ કરેલા છે. મેનેજીંગ ટ્રસ્ટી અંકુરભાઇએ જણાવ્યું હતું કે અમે સરકારી ધારાધોરણ પ્રમાણે જ ફી લઇએ છીએ- અને ભવિષ્યમાં જે માતા-પિતાની આવક ઓછી હશે એમને પણ રાહત આપવા માટે અમે વિચારણા કરીએ છીએ.