રાજ્ય સરકાર દ્વારા કોરોના વાયરસની મહામારી વચ્ચે તબક્કાવાર ધંધા રોજગારમાં આંશિક છૂટછાટ આપવામાં આવી રહી છે.
ત્યારે હવે પાટણ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ નહિવત જોવા મળી રહ્યું છે.જેને લઈને રાજ્ય સરકારના આદેશ અનુસાર પાટણ જિલ્લામાં તમામ દેવસ્થાનમાં ભક્તો માટે છૂટછાટ આપવામાં આવી છે.ત્યારે પાટણ શહેરમાં આવેલી વિવિધ હોટલ અને રેસ્ટોરન્ટને પણ પ૦ ટકા બેઠક વ્યવસ્થા સાથે છૂટ આપવામાં આવી છે.
જેના ભાગરૂપે પાટણના હાઇવે માર્ગો ઉપર આવેલી તમામ હોટલો પણ આજથી સરકાર ની ગાઈડલાઈન મુજબ ચાલુ કરવામાં આવી છે.
હોટલ માલિકે જણાવ્યું હતું.કે રાજ્ય સરકારની ગાઇડલાઈન મુજબ આજથી હોટલ શરૂ કરવામાં આવી છે.અને સરકાર ની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યું હોવાનું પણ જણાવ્યું હતું.