પાટણ શહેરના ગાયત્રી પંપીગ સ્ટેશન ઉપર શોર્ટ સસર્કીટ થી પેનલ બોર્ડમાં ફાયર ની ઘટના બની હતી. આ ધટનામાં વોટર વર્કસ ના કોન્ટ્રાકટરના સુપરવાઈઝર જાવેદભાઈ ગંભીર રીતે દાઝી ગયા હતા.

પાટણ શહેરમાં હાલ ૧૬ જેટલા પંપીગ સ્ટેશન હયાત છે. આ તમામ પંપીગ સ્ટેશનો ભગવાન ભરોસે ચાલી રહયા છે. નગર પાલીકા કોન્ટ્રાકટ આપીને સંતોષ માને છે પરંતુ આ પંપીગ સ્ટેશન ઉપર કોઈપણ સગવડ ન હોવાના કારણે આવી ધટનાઆે બને છે.

હાલમાં પાટણ શહેરના તમામ પંપીગ સ્ટેશનો ગંદકી થી ભરેલા છે, ધણા પંપીગ સ્ટેશનોમાં રાત્રીના સમયે લાઈટો થતી નથી , ઝાડી – ઝાંખરા ખુબ જ ઉગી નીકળેલા છે , ગુન્હાહીત પ્રવૃતિઆેની મહેફીલો ખુૡે આમ ચાલે છે , પેનલ બોર્ડની તમામ આેરડીઆે જર્જરીત છે , વીજ વાયરો પંપીગ સ્ટેશનમાં ખુૡા અને વાયરો સાંધા વાળા તૂટેલા જોવા મળે છે તેમજ અન્ય ધણી સમસ્યાઆેથી આ પંપીગ સ્ટેશનો ઘેરાયેલા છે.

જેને લઈ વિરોધ પક્ષાના નેતા ભરત ભાટીયાએ પાટણ શહેરના તમામ પીવાના પાણીના પંપીગ સ્ટેશનો અને ભુર્ગભ શાખાના પંપીગ સ્ટેશનોની સ્થળ મુલાકાત કરીને આ પંપીગ સ્ટેશનમાં કચરાના ઢગલા અને ઝાડી – ઝાંખરા દુરકરવા , પંપીગ સ્ટેશનો ઉપર જે લાઈટો બંધ છે તે સત્વરે ચાલુ કરાવવી , ગુન્હાહીત પ્રવૃતિઆે જે પંપીગ સ્ટેશનોમાં થતી હોય ત્યાં પોલીસ કેસની કાયદાકીય કાર્યવાહી કરવી, પેનલ બોર્ડની આેરડીઆે જે જર્જરીત છે

તેની સત્વરે રીપેરીગ કરવા જરૂરી કાર્યવાહી કરવા પાલિકા પ્રમુખને લેખિતમાં જાણ કરી છે. જેથી ભવિષ્યમાં પાટણ નગર પાલીકાના કાયમી કર્મચારી કે હંગામી કર્મચારી અને કોન્ટ્રાકટ બેઝ ઉપર આેછા પગાર ઉપર શોષણ યુકત કામગીરી કરતા કર્મચારીઆેના જીવ બચાવી શકવા વિનંતી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024