સમગ્ર રાજય માં કોરોના ની મહામારી ને લઇ લોકો ભય ભીત બન્યા છે તો કેટલાય લોકો ના મોત પણ નિપજ્યા છે પરંતુ આ કોરોના ને કાબુ માં લેવા માટે એક માત્ર રામ બાણ દવા છે રસી કરણ જેના પર સરકાર ભાર મૂકી રહી છે પરંતુ હજુ પણ રસી લેવા માં લોકો ની નિરસ્તા સામે આવી રહી છે પાટણ જિૡાના છેવાડાના સાંતલપુર તાલુકા માં લોકો રસી ને લઇ ભય ભીત બન્યા છે જેને લઇ આ તાલુકામાં ખુબજ ઓછા પ્રમાણ માં રસી કરણ નોંધવા પામ્યું છે.
પાટણ જિલ્લા માં કોરોના કેસ માં મોટો ઉછાળો નોંધવા પામ્યો હતો જેને કારણે લોકોમાં ભયનો માહોલ ઉભો થવા પામ્યો છે પણ કોરોના ને નાથવા માટે રસી સિવાય કોઈ દવા નથી જેને લઈ સરકાર પણ રસીકરણ માટે ખુબજ ભાર મૂકી રહી છે પરંતુ હજુ પણ કેટલાક લોકોમાં રસીને લઈ ગેર માન્યતા હોવાને કારણે લોકો રસી લેવાનું ટાળી રહ્યા છે.
જેમાં પાટણ જિલ્લા ના છેવાડાના સાંતલપુર તાલુકામાં રસીકરણ અંગે ભયને લઇ ખુબજ ઓછા પ્રમાણ માં લોકો રસી લઈ રહ્યા છે ત્યારે આ મામલે સ્થાનિક લોકોને પૂછવાનો પ્રયાસ કરતા જાણવા મળ્યું હતું કે સોશિયલ મીડિયામાં જે પ્રકારે વાતો આવે છે કે રસી લેવાથી આડ અસર થાય છે અને જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે તેને લઈ રસી નથી લીધી તે પ્રકાર ની વાત સામે આવવા પામી છે ત્યારે આ સોસીયલ મીડિયાના ખોટા પ્રચાર થકી આ વિસ્તારના લોકો ભયભીત બનવા પામ્યા છે.
સાંતલપુર તાલુકામાં પ૯૮ જેટલા કોરોનાના કેસ નોંધવા પ્ાામ્યા છે ત્યારે કોરોનાની કોઈ દવા નથી તો કોરોનાને હરાવવા માટે માત્ર રસી એક દવા છે પ્ાણ આ વિસ્તારમાં રસી મામલે લોકોમાં ભય હોવાને કારણે રસી લેવા માં ખુબજ નિરસ્તા જોવા મળી રહી છે ત્યારે આ વિસ્તાર માં ૪પ વર્ષ ની ઉપ્ારના લોકો કુલ ૩ર૭૧૯ માંથી ૮૪૮૭ લોકોએ માત્ર રસી મુકાવી છે એટલે કે માત્ર ર૬ ટકા જેટલું રસી કરણ થવા પામ્યું છે જ્યારે તાજેતરમાં ૧૮ વર્ષ થી ઉપ્ાર ના લોકો ને રસીકરણ શરૂ કરી છે જેમાં થોડાક લોકો રજીસ્ટ્રેશન કરાવે છે પ્ાણ રસી લેવા આવતા નથી માટે આ વિસ્તાર માં રસી મામલે લોકો માં કોઈ ભય હોય તે પ્રકાર નું વાતાવરણ લાગી રહ્યું છે પણ કોરોના ની કોઈ દવા નથી માટે તમામ લોકો રસી ના બે ડોઝ લઇ કોરોના સામે રક્ષણ મેળવે તેવી અપીલ આ તાલુકા હેલ્થ અધિકારી દ્વારા કરવામાં આવી છે.
સાંતલપુર તાલુકા માં જાગૃત અને શિક્ષિત વર્ગ ના લોકો તો રસી કરણ મામલે જાગૃતતા દાખવી તેમને તો રસીના બે ડોઝ લઈ લીધા છે અને લોકોને પણ રસીના બે ડોઝ લેવા માટે અપીલ કરી રહ્યા છે કારણ કે આગામી દિવસોમાં કોરોના ની ત્રીજી લહેર આવવાની સંભાવના છે તો તે પહેલાં સુરક્ષિત બનવું તે પણ જરૂરી છે માટે તમામ લોકો રસી લે તેના પર ભાર મૂકવામાં આવી રહ્યો છે
કોરોના સામે હજુ કોઈપણ દવા શોધાઈ નથી અને તેની સામે જો કોઈ રક્ષણ આપ્ો છે તે એકમાત્ર રામબાણ રસી છે અને સરકાર પ્ાણ લોકોને રસી લેવા માટે ભાર મૂકી રહી છે પરંતુ પાટણ જિૡા વહીવટી તંત્ર દ્વારા સાંતલપ્ાુર તાલુકાઓના નાગરિકોને રસી કરણ કરવામાં સાવ નિસફળ નીવડ્યું છે લોકોને રસી અંગેની જાગૃતિ નો અભાવ તેમજ સોસિયલ મીડિયા માં ફરતા વાયરલ ન્યૂઝ ને લોકોને ભય સતાવી રહ્યો છે કે રસી લીધા બાદ કોઈ આડ અસર થશે તેવામાં અહીં તંત્રની કોરોના ની રસી અંગે ની જાગૃતતા નિષ્ફળ જોવા મળી રહી છે.