કોરોના મહામારીમાં પાટણ શહેરમાં ખડેપગે સેવા બજાવતાં આરોગ્ય કર્મચારીઓ સહિત પોલીસ જવાનોને અવિરતપણે પાટણ શહેરની હરહંમેશ સેવાકીય પ્રવૃતિઓમાં અગ્રેસર રહેતી રોટરી કલબ ઓફ પાટણ દવારા લીંબુ શરબતની સેવાએ સરાહનીય કામગીરી કરી શહેરીજનોમાં પ્રશંસા મેળવી હતી.
ત્યારે રોટરી કલબ ઓફ પાટણના પ્રમુખ રણછોડભાઈ પટેલ પોતાના નિવાસસ્થાને લીંબુ શરબત બનાવી સંસ્થાના મંત્રી ઝુંઝારસિંહ સોઢા બંને મિત્રો એકટીવા પર નિકળી તમામ આરોગ્ય કર્મચારીઓ સહિત પોલીસ જવાનોને લીંબુ શરબતની સેવા આપી તેમનામાં રોગ પ્રતિકારક શકિત વધારવાના પ્રયત્નો કરતા જોવા મળ્યા હતા.
લીંબુ શરબતની સેવા અંગે ઝૂંઝારસિંહ સોઢાએ પોતાના પ્રતિભાવો વ્યકત કર્યો હતા.