પાટણ જિલ્લાના ચાણસ્મા ખાતે આવેલા તળાવમાં ગટર લાઇનનું પાણી આવતા જળચર જીવોનું મરણ જોવા મળ્યું હતું.
પાટણ જિલ્લાના ચાણસ્મા ખાતે ગામ વચ્ચોવચ સુંદર તળાવ બનાવવામાં આવ્યું છે.
આ તળાવ વરસાદના પાણીથી જ ભરાય છે. પરંતુ ઇિન્દરા નગરનું ગટરનું પાણી આ તળાવમાં આવતું હોય એવું લાગી રહ્યું છે તથા પાણીના હવાડા ની બાજુમાંથી જ ગટરનું પાણી તળાવમાં આવતું હોય તેવું પણ લાગી રહ્યું છે.
આજુબાજુ પણ જો ચેક કરવામાં આવે તો આગળથી પણ કોઈએ ગટરના પાણી જોઈન્ટ કર્યો હોય તેવું લાગી રહ્યું છે.
તેના કારણે આ ગંદુ પાણી તળાવમાં આવતા તળાવની અંદર રહેલા જળચર જીવો એટલે કે માછલીઆેનું મરણ થવાનું ચાલુ થયું છે.
જેના કારણે આજુબાજુના રહીશો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ કોરોના મહામારીના સમયમાં તળાવની અંદર જળચર જીવો મરી જતાં તેની વાસથી સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.
તો આ બાબતે નગરપાલિકા દ્વારા તથા તાલુકા હેલ્થ આેફિસર દ્વારા તળાવની આજુબાજુની સંપૂર્ણ તપાસ કરીને ગટરનું ગંદુ પાણી બંધ કરાવવા માટે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.