પાટણ નગરપાલિકા (Patan Nagarpalika) દ્વારા પાટણ શહેરના તમામ વોર્ડ વિસ્તારોમાં જે તે જગ્યા ઉપર ગંદકીના સામ્રાજય સહિત વરસાદી પાણી ભરાઈ રહેતાં ચોમાસા દરમ્યાન રોગચાળાની ભીતિ સ્થાનિક રહીશો સેવતા હોય છે ત્યારે ચાલુસાલે પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી.પટેલના માર્ગદર્શન હેઠળ પાટણ નગરપાલિકાના તમામ વોર્ડ વિસ્તારોમાં ચોમાસા પૂર્વે મોન્સુન પિ્ર-પ્લાન અંતર્ગત જે તે વોર્ડ વિસ્તારોમાં ભરાઈ રહેતા ચોમાસાના વરસાદી પાણી સહિત ગંદકી થતી જગ્યાઓને સ્વચ્છ કરવાનો કાર્યક્રમ નગરપાલિકા આપના વોર્ડમાં શરુ કરવામાં આવ્યો છે

પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં દેશના વડાપ્રધાનના સ્વચ્છ ભારત મિશન અભિયાન અંતર્ગત સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરી ચોમાસા દરમિયાન ભરાઈ રહેતા વરસાદી પાણીના કારણે અને ગંદકીને લઈ રોગચાળો ન ફેલાય તે દિશામાં પ્રયત્નો હાથ ધરવામાં આવી રહયા છે

પાટણ નગરપાલિકાના પ્રમુખના વોર્ડ નં.૬ માં નગરપાલિકા આપના વોર્ડમાં કાર્યક્રમની શરુઆત કરી આ વિસ્તારમાં ભરાઈ રહેતા વરસાદી પાણી સહિત જે તે વિસ્તારોમાં ખટકાતા કચરાના ઢગોને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

વોર્ડ નં.૬માં આવેલા અને પાટણની કોર્ટ પાછળના ભવાની મસાલા હાઉસ પાસેની ખુલ્લી જગ્યામાં વર્ષોથી ચોમાસા દરમ્યાન વરસાદી પાણી ભરાઈ રહેતાં તળાવનું સ્વરુપ ધારણ કરતું હોય છે. ત્યારે આજરોજ પાટણ નગરપાલિકાના પ્રમુખ સહિત મુકેશભાઈ પટેલ અને આ વોર્ડના તમામ સુધરાઈ સભ્યો સહિત પક્ષાના નેતા દેવચંદભાઈ પટેલની દેખરેખ હેઠળ જેસીબી મશીન દ્વારા આ વિસ્તારમાં વર્ષોથી પડી રહેલા કચરાને દૂર કરી સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

વોર્ડ નં.૬માં આવેલા તમામ ભૂગર્ભના પ્રશ્નો સહિત વોટર વર્કસના લીકેજના પ્રશ્નોને પણ આગામી સમયમાં તેનો નિકાલ લાવી પાટણ શહેરના તમામ વોર્ડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ના રહે અને ગંદકીને લઈ રોગચાળો પાટણ શહેરમાં ફાટી ન નિકળે તે દિશામાં પાટણ નગરપાલિકા દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહયા હોવાનું પાટણ નગરપાલિકાના પ્રમુખ સ્મિતાબેન પટેલે જણાવ્યું હતું.

વોર્ડ નં.૬ના કોપ્રોરેટર મુકેશભાઈ પટેલે પાલિકા દ્વારા એકી અને બેકી વોર્ડની સંખ્યામાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવી રહયું છે. ત્યારે શ્રમજીવી વિસ્તારમાં આવેલા કર્મચારી નગરમાં પડી રહેલી ગંદકીને દૂર કરી ચોમાસા દરમ્યાન સ્થાનિક લોકોનું સ્વાસ્થ્ય જળવાય તે દિશામાં પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.

પાટણ નગરપાલિકા આપના વોર્ડમાં કાર્યક્રમ અંતર્ગત આજરોજ વોર્ડ નં.૪માં પણ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે વોર્ડ નં.૪ના સફાઈ અભિયાન કાર્યક્રમમાં પક્ષાના નેતા દેવચંદભાઈ પટેલ અને વોટર વર્કસ શાખાના ચેરમેન દિક્ષાીત પટેલે આ વિસ્તારની મુલાકાત લઈ તેઓની દેખરેખ હેઠળ આ વિસ્તારની સ્વચ્છતા કરાવવામાં આવી હતી. ત્યારે વોર્ડ નં.૪ વિસ્તારમાં ઉગી નિકળેલા બિન જરુરી ઝાડી ઝાંખરાઓને પણ ચોમાસા પૂર્વે દૂર કરવાની પાલિકાના કર્મચારીઓને સૂચના આપી આ વિસ્તારમાં ચોમાસા દરમ્યાન રોગચાળો ફાટી ન નિકળે ત દિશામાં પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં પાટણ નગરપાલિકાના પક્ષાના નેતા દેવચંદભાઈ પટેલે પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી. પટેલના માર્ગદર્શન અને ભાજપ પક્ષાની સૂચનાને લઈ તમામ વોર્ડ વિસ્તારોમાં મોન્સુન પિ્ર-પ્લાન અંતર્ગત સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

#PTNNews #GujaratiNews #Gujarat #Patan #પાટણ #PatanDistrict #PatanCity #BreakingNews #TodayNews #તાજાસમાચાર #ટૉપન્યૂઝ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024