પાટણ : વોર્ડ નં.૮માં હાથ ધરાઈ સ્વચ્છતા

પાટણ નગરપાલિકા દ્વારા નગરપાલિકા આપના વોર્ડમાં કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે જે અંતર્ગત પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત મિશન અભિયાન અંતર્ગત સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી રહ્યું છેઅને વિવિધ વિસ્તારોમાં આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

જેના ભાગરૂપે આજરોજ પાટણ શહેરના વોર્ડ નંબર-૮માં આવેલ વનાગવાડા વિસ્તારમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું તો આ સાથે સાથે નિલન સિનેમા આગળનું કેટલુક નડરતરૂપ દબાણ પણ જેસીબી મશીન દ્વારા દૂર કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ઉપિસ્થત રહેલા પાટણ નગરપાલિકાના ઉપપ્રમુખ ધર્મેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ નગરપાલિકા આપના વોર્ડમાં કાર્યક્રમ અંતર્ગત આગામી ચોમાસાને ધ્યાને લઈને પ્રિમોન્સુન કામગીરી અંતર્ગત વિસ્તારની ગંદકી દૂર કરવામાં આવી છે.કાર્યક્રમમાં કોર્પોરેટર અલકાબેન મોદી તેમજ માનસીબેનત્રિવેદી ઉપિસ્થત રહ્યા હતા.

#PTNNews #GujaratiNews #Gujarat #Patan #પાટણ #PatanDistrict #PatanCity #BreakingNews #TodayNews #તાજાસમાચાર #ટૉપન્યૂઝ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here