હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવસિટી પાટણ દ્વારા અરવલ્લીના ખેડબ્રહ્મા નજીક આવેલા વડાલી કેમ્પસને આગામી દિવસોમાં ધમધમતુ કરવા માટે તેમજ આ કેમ્પસમાં શૈક્ષણિક અને ભૌતિક સુવિધાઆે છાત્રો માટે ઝડપથી ઉપલબ્ધ બને તે માટેની તડામાર તૈયારીઆે શરુ કરી દેવામાં આવી છે જેના ભાગરુપે આજે કુલપતિની અધ્યક્ષતામાં કમીટીની બેઠક મળી હતી .

ઉત્તર ગુજરાતના પ જિલ્લામાં વિસ્તરેલી હેમ.ઉ.ગુ. યુનિવસિટી પાટણ દ્વારા સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના છેવાડાના વિસ્તારોના વિધાર્થીઓને શૈક્ષણિક અને અન્ય કામકાજ માટે છેક પાટણ સુધી લોંબા ન થવું પડે અને વિધાર્થીઓને તેમના ઘર આંગણે જ શૈક્ષણિક સહીતની સુવિધાઆે ઉપલબ્ધ બની રહે તે માટે યુનિવસિટી દ્વારા વર્ષો અગાઉ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માની નજીકમાં આવેલા વડાલી ગામથી નજીકમાં યુનિવસિટી સંલગ્ન શૈક્ષણિક સંકુલનુ નિર્માણ કરવા માટે સરકાર પાસે જમીનની માંગણી કરતા સરકારે હજારો એકર જમીન યુનિવસિટીને ફાળવી હતી.

ત્યારે છેલ્લા કેટલાક સમયથી રાજયસરકારની વિવિધ ગ્રાન્ટ નો ઉપયોગ કરીને વડાલી કેમ્પસને ધમધમતુ કરવાના પ્રયત્ન થઇ રહ્યા છે. જેના ભાગરુપે તાજેતરમાં મળેલી કારોબારી સમીતીની બેઠકમાં વડાલી કેમ્પસમાં શરુ થનાર અભ્યાસક્રમોને મંજુરી આપવામાં આવી હતી .

ત્યારે હવે આગામી દિવસોમાં વડાલી કેમ્પસમાં વિધાર્થીઓ માટે નવા અભ્યાસક્રમો ઝડપથી શરુ થઇ શકે અને કેમ્પસમાં વિધાર્થીઓ અને સ્ટાફ માટે આેફિસ રુમ , હોસ્ટેલ સહીતની ભૌતિક સુવિધાઆે ઉપલબ્ધ બનાવવા માટે કારોબારી ની મંજુરીથી સરકારમાં ગ્રાન્ટની માંગણી અને અભ્યાસક્રમો શરુ કરવા માટે શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફનુ મહેકમ મંજુર કરવા માટે સરકારમાં દરખાસ્ત કરવા માટે ત્રણ સભ્યોની કમીટીની રચના કરવામાં આવી છે

જેમાં યુનિવસિટીના રજીસ્ટ્રાર ડો. ડી.એમ. પટેલ , મુખ્ય હિસાબી અધિકારી એ.આર. મકવાણા અને એન્જીનીયર વિપુલભાઇ સાંડેસરાની નિમણુંક કરવામાં આવી છે. આજરોજ કુલપતિ ડો.જે.જે.વોરાની આેફિસમાં તેમની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની કમીટીની બેઠક મળી હતી જેમાં વડાલી કેમ્પસમાં શૈક્ષણિક કાર્ય માટે જરૂરી મહેકમ ફાળવવા અને ભૌતિક સુવિધાઆે માટે સરકારમાં દરખાસ્ત મોકલવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

તેમજ આગામી સમયમાં દરખાસ્ત સંપુર્ણ તૈયાર થઇ ગયા પછી સરકારમાં મંજુરી માટે મોકલવામાં આવશે તેમ યુનિવસિટીના એન્જનીયર વિપુલભાઇ સાંડેસરાએ જણાવ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024