ખેડુતો, યુવાનો,ગરીબ તેમજ શોષિત વર્ગની બુલંદ અવાજ અને લોકનેતા એવા રાહુલ ગાંધી(Rahul Gandhi)ના દીધાર્યુ તેમજ સ્વસ્થ જીવન માટે તેમના જન્મદિવસ(birthday) નિમિતે પાટણ જિલ્લા કાંગ્રેસ દ્વારા પાટણ સિવિલ હોિસ્પટલ ખાતે ગરીબ અને મધ્યમવર્ગના સારવાર લઈ રહેલા દર્દીઓને બિિસ્કટ અને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું.
જેમાં પાટણ(Patan)ના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ શંકરજી ઠાકોર, પાટણ જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા અશ્વીનભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોર સહિતના કોંગ્રેસના આગેવાનો, હોદેદારો અને કાર્યકરો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહી ફ્રુટ(fruit) વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું કે કોંગ્રેસના લોકલાડીલા નેતા રાહુલજીના જન્મદિન પ્રસંગે ભારત સહિત ગુજરાત(Gujarat) રાજયમાં કોંગ્રેસ દવારા અનેક સેવાકીય પ્રકલ્પો સાથે તેમના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરુપે સિવીલહોસ્પિટલ ખાતે ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.