પાટણ(patan) શહેરમાં ગતરોજથી પડી રહેલા મુશળધાર વરસાદને પગલે પાટણ નગરપાલિકાના વિકાસની પોલ ખુલ્લી કરી હતી અને ઠેરઠેર વરસાદી પાણી ભરાતાં વરસાદી પાણીના નિકાલ માટે કરોડો રુપિયાના ખર્ચે નાંખવામાં આવેલી સ્ટ્રોમ ડ્રેનેજ ગટર લાઈન શોભાના ગાંઠિયા સમાન બની હતી
ત્યારે પાટણ શહેરના મીરા દરવાજા વિસ્તારમાં વરસાદી પાણીનો આવરો હોવાથી અહીં પણ સ્ટ્રોમ ડ્રેનેજ વોટર પાઈપલાઈન નાંખવામાં આવી હતી. પરંતુ આ સ્ટ્રોમ ડ્રેનેજ લાઈન શોભાના ગાંઠિયા સમાન બની રહેતા
આ વિસ્તારમાં ભરાઈ રહેતા વરસાદી પાણીનો કોઈ નિકાલ ન થતાં આ સમગ્ર વરસાદી પાણીનો નિકાલ જીવનધારા સોસાયટી પાસે આવેલી કેનાલમાં કરવામાં આવતાં આ કેનાલ ઓવરફલો જોવા મળી હતી.
અને આજરોજ જો વધુ વરસાદ પડે તો કેનાલ ઓવરફલો થઈને તેના વરસાદી પાણી આજુબાજુની સોસાયટીઓમાં ફરી વળે તેવી સંભાવનાઓ પણ સ્થાનિક રહીશો સેવી રહયા છે.