Mahesana – Husband kills wife – મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના સુરજ ગામે પતિના આડાસંબંધ મામલો વારંવાર ઘર કંકાશ કરતી પત્ની આડકતરી રૂપ બનતા પતિ એ પત્ની ની નિર્મમ હત્યા કરતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે મરણજનાર પરિણીતા ના પિતા એ કડી પોલીસ મથકમાં જમાઈ વિરુદ્ઘ ફરિયાદ નોંધાઈ છે પોલ્ાીસે આરોપી પતિની ફરીયાદના આધારે ધરપકડ કરી હતી.
મહેસાણા (Mahesana) જિલ્લાના જોટાણા તાલુકાના સૂરજ ગામે રહેતા મંગેશ ઉર્ફે મનુ બળદેવભાઈ નાડીયા બાર વર્ષ અગાઉ દેત્રોજ તાલુકાના આેઢવ ગામના બાબુભાઇ અંબારામભાઈ નાડીયાની દીકરી સરોજબેન સાથે લગ્ન થયા હતા. બાર વર્ષના લગ્નજીવન દરમ્યાન તેમના ચાર સંતાનો હતા. પતિ મંગેશ ઉર્ફે મનુ નાડીયા દારૂ ની લ્ાતે ચડી ગયો હતો અને પર સ્ત્રી સાથે આડાસબંધ બંધાયા હતા.જે મામલો પતિ-પત્ની વચ્ચે અવાર નવાર બોલાચાલી થતા પતિ દ્વારા મારઝુડ કરાતા પત્ની સરોજબેન રિસાઈ પિતાના ઘરે આેઢવ ખાતે જતી રહી હતી સોમવાર ના રોજ પતિ મંગેશ ઉર્ફે મનુ નાડીયા આેઢવ ખાતે સાસરી માં જઈ દારૂ બંધ કરી દઈશ,આડાસબંધ નહિ રાખુ, મારઝૂડ નહિ કરૂ,તેવી ખાત્રી આપતા સરોજબેનના પિતા બાબુભાઇ નાડીયા એ સરોજબેન ને સમજાવી પતિ મંગેશ ઉર્ફે મનુ સાથે સાસરીમાં મોકલી હતી. મંગળવારે મોડીરાત્રી પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા પતિએ પત્ની એ ઢોર માર મારતા પત્ની ની હત્યા કરી હતી.
પત્ની ની હત્યા કરી પતિ મંગેશ ઉર્ફે મનુ એ પરિણીતાના મોરબી ખાતે રહેતા કાકા ગોવિદભાઇ ને ફોન કરી પત્ની સરોજબેન ને જેમ તેમ બોલતા હોવાથી માર માયર્ો તેમ જણાવી સરોજબેન ને લઈ જવા જણાવ્યું હતુ.જેના પગલે ગોવિદભાઇ એ આેઢવ ખાતે રહેતા પોતાના ભાઈ બાબુભાઇ ને ફોન કરી સમગ્ર હકીકત જણાવતા પરિણીતા ના પિતા બુધવારે વહેલી સવારે પરિવાર સાથે સૂરજ દીકરી ના ઘરે જતા ઘરમાં દીકરીની લાશ જોતા પિતા સહિત પરિવાર ભાંગી પડ્યો હતો.પરણીતા ના પિતા કડી પોલ્ાીસ મથક દોડી જઇ જમાઈ મંગેશ ઉર્ફે મનુભાઈ બળદેવભાઈ નાડીયા સામે ફરિયાદ નોંધવી હતી કડી પોલ્ાીસે ગુનો નોંધી આરોપી પતિ ની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.