સમગ્ર પાટણ(Patan) શહેરને પીવાનું શુધ્ધ પાણી પુરુ પાડતું ખાન સરોવર આજે સ્યુસાઈડ પોઈન્ટ બની ગયું હોય તેમ એક પછી એક લોકો તેમાં આત્મહત્યા કરતા હોવાના બનાવો પ્રકાશમાં આવતા શહેરીજનો હવે આવા શુધ્ધ પાણીને આત્મહત્યા થકી દુષિત કરાતાં પાણી પીવા શહેરીજનો સંકોચ અનુભવી રહયા છે.
પાટણ શહેરના ખાન સરોવરમાં આજરોજ એક પ્રેમી યુગલે એકબીજાના હાથ બાંધીને પડતું મૂકયું હતું જેઓની લાશ રાહદારીઓએ જોતાં પાટણ નગરપાલિકાને આ અંગેની જાણ કરી હતી.
શાસક પક્ષાના નેતા દેવચંદભાઈ પટેલ પાલિકામાં હોવાથી અને તેઓને આ અંગેની જાણ થતાંજ તેઓએ તાત્કાલિક ફાયર બિ્રગેડ અને પોલીસને આ અંગેની જાણ કરી તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાટણ નગરપાલિકાના તરવૈયાઓની મદદથી આ બંને પ્રેમી યુગલની લાશોને બહાર કાઢવામાં આવી હતી.
ત્યારે સ્થાનિક લોકો સહિત પાટણના આગેવાનોએ આ મૃતકોની ઓળખાણ કરતા આ પ્રેમી યુગલ સિધ્ધપુરના નવાવાસના હોવાનું જાણવા મળ્યું હતું. તો મીતકુમાર પ્રવિણભાઈ મકવાણા નામનો યુવાન હોવાની ઓળખ થવા પામી હતી.
જેથી સ્થાનિક લોકોએ આ પ્રેમી યુગલ સિધ્ધપુરથી આવીને ખાન સરોવરમાં મોતની છલાંગ લગાવી હતી. ત્યારે પોલીસ દવારા લાશનું પંચનામુ કરીને પીએમ અર્થે પાટણની સરકારી હોસ્પિટલ(hospital) ખાતે મોકલી આપી હતી.
આ ઘટના સંદભે વોર્ડ નં.૯ના સક્રિય કોર્પોરેટર અને શાસક પક્ષના નેતા દેવચંદભાઈ પટેલે ખાન સરોવરમાં થયેલા સ્યુસાઈડ અંગે કંઈક આ રીતે પોતાના પ્રતિભાવો વ્યકત કર્યા હતા.