પાટણ પંથકમાં છેલ્લા બે દિવસથી મેઘરાજાના આગમનના એંધાણ વચ્ચે શુક્રવારે સાંજે ધોધમાર વરસાદ સાથે મેઘરાજાની એન્ટ્રી પાટણ શહેરમાં થઇ હતી. શુક્રવારે સાંજે પ થી ૮ કલાક સુધી સરસ્વતી તાલુકામાં ૮૯ મીમી, પાટણમાં પ૯ મીમી અને રાધનપુરમાં ૭૦ મીમી વરસાદ વરસ્યો હતો. એક કલાકમાં એક ઇંચ વરસાદથી રેલવે ગરનાળા સહિતના સોસાયટી વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. પાટણ શહેરમાં દિવસભર ભારે બફારા બાદ સાંજે પ વાગ્યાથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થવા પામ્યો હતો.

સાંજે વરસાદ વરસતા શહેરના ગૌરવ પંથ, રેલવે સ્ટેશન, મામલતદાર કચેરી, ભૈરવ વિસ્તાર, વલીભાઈનું ડેલું જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. ઉપરાંત જિૡાના તમામ તાલુકાઓમાં ર મીમીથી લઈ ૮૯ મીમી સુધી વરસાદ નોંધાયો હતો. સરસ્વતી તાલુકાના ગામડાઓમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીમાં દિવસભરના ભારે ઉકળાટ બાદ સાંજે પાંચ વાગ્યાના અરસામાં ગાજવીજ સાથે જોરદાર વરસાદ શરૂ થયો હતો. જેમાં સરસ્વતી તાલુકાના મોરપા ખારેડા ગામે ભારે વરસાદના પગલે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને ખેડૂતોને કપાસ જેવા પાક તેમજ સુકા ઘાસ ચારામાં નુકસાન વેઠવું પડશે.

શહેરમાં તાજેતરમાં જ નગરપાલિકા દ્વારા કેનાલો અને પાણી ભરાઇ રહેવાના સ્થળોના સાફ-સફાઈ કરવામાં આવી હતી પરંતુ શુક્રવારે રેલ્વે ગરનાળું બસ સ્ટેન્ડથી રેલવે સ્ટેશન રોડ જનતા રોડ કે.કે ગર્લ્સ હાઇસ્કૂલ મોતીસા દરવાજા તેમજ પારેવા સર્કલ સહિત અન્ય વિસ્તારોમાં પાણી પથરાઈ ગયું હતું શહેરના અંદરના મુખ્ય બજારના માર્ગો પણ લેવલમાં ન હોવાથી ઠેર ઠેર પાણી અટકી પડી ગયું હતું. ઝવેરી બજારમાં દુકાનના ઓટલા સુધી પાણી દોડતું થયું હતું.

સમી સાંજે વરસાદ આવતાં વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી જવા પામી છે. પાટણ સહિત ચાણસ્મામાં દિવસ દરમ્યાન ઉકળાટ બાદ સાંજે વરસાદ વરસાયો હતો. તો વરસાદ વરસાત ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. તો બાળકો એ વરસાદમાં નાહવાની મજા લીધી હતી.
પાટણ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી ઉકળાટ અને ગરમી પડી રહી હતી. અને છેલ્લા ત્રણ દિવસથી વરસાદી વાતાવરણ પણ થયું હતું. શુક્રવારે સવારથી આકાશમાં કાળાડિબાંગ વાદળો ચડી આવ્યા હતા. અને આખા દિવસના ઉકળાટ બાદ ચાર વાગ્યા પછી પાટણ સહિત ચાણસ્મામાં ગાજવીજ અને પવન સાથે પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં જગતના તાત એવા ખેડૂતોમાં પણ આનંદ છવાયો છે.

અને અસહ્ય ઉકળાટથી લોકો પરેશાન હતા અને ઉકળાટ બાદ વરસાદ થતાં હવામાનમાં ઠંડક પ્રસરતા લોકોમાં પણ આનંદની લાગણી છવાઈ હતી.સિઝનના પ્રથમ વરસાદથી નાના બાળકોમાં પણ વરસાદમાં નહાવાની મજા આવી હતી. તો વરસાદના પગલે રીક્ષાા સહિત ટુ વ્હીલરના વાહનો પણ રસ્તા વચ્ચે ખોટવાઈ જતાં તેને ચાલુ કરવાની મથામણ સાથે ધકકા મારતા દૃશ્યો પણ જોવા મળ્યા હતા.

તો બુકડી વિસ્તારમાં અતિશય વરસાદનું પાણી ભરાઈ રહેતાં નાના બાળકો ગેલમાં આવી સ્વીમીંગ પુલની જેમ ન્હાવાની મજા માણી હતી. હવે સમયસર વરસાદની શરૂઆત થતા ખેડૂતો પણ આનંદિત થઈ ઉઠ્યા હતા. વરસાદથી ગામડાઓમાં આણંદની લાગણી છવાઇ છે. તેમાં હવે ચોમાસું સારું જશે તેવું કેટલાક વૃદ્ઘોમાં જણાવી રહ્યાં હતા.

તો અનાવાડાના ખેડૂત અગ્રણી અને પૂર્વ ભાજપ જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ મગનભાઈ પટેલે જણાવ્યું હતું કે ચાલુસાલે ચોમાસાની શરુઆત ખૂબજ સારા વરસાદથી થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહયો છે અને કોરોના કાળમાં બેહાલ બનેલો ખેડૂત ફરીથી સારો પાક થવાની આશા સાથે તેઓ પાકની વાવણી તરફ વળ્યો હોવાનું જણાવ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024