પાટણ શહેરમાં ચોમાસા પૂર્વે પાલિકા દ્વારા મોટી હોનારત ન સર્જાય તે માટે જર્જરીત અને પડવાના વાંકે ઉભેલા કોમ્પ્લેક્ષાો સહિત મકાનોને ઉતારી લેવા નોટીસો પાઠવવામાં આવતી હોય છે.
પરંતુ પાલિકા દ્વારા જ બનાવવામાં આવેલા કેટલાક કોમ્પ્લેક્ષાો પડવાના વાંકે ઉભેલા હોવા છતાં અને વેપારીઓ દ્વારા અનેક રજૂઆતો પાલિકામાં કરવામાં આવી હોવા છતાં તેની પાલિકા દ્વારા તેની તસ્દી પણ ન લેતાં વેપારીઓમાં પાલિકા તંત્ર પ્રત્યે રોષ પણ જોવા મળી રહયો છે.
ત્યારે પાટણ શહેરના વાદી સોસાયટી પાસે આવેલા પાલિકા દ્વારા બનાવવામાં આવેલું કોમ્પ્લેક્ષા આજે જર્જરીત થઈ જવાના કારણે પડવાના વાંકે ઉભુ છે ત્યારે આ અંગે સ્થાનિક વેપારીઓ દ્વારા પાલિકામાં અનેકવાર તેના રીનોવેશન માટેની મૌખિત તેમજ લેખિત રજૂઆતો કરવા છતાં પાલિકાના પેટનું પાણી પણ હલતું ન હોવાથી વેપારીઓ મોટી હોનારતની ભીતિ સેવી રહયા છે.
અને ચોમાસા દરમ્યાન વરસાદી પાણી પોતાની દુકાનોમાં આવી જવાથી માલને પણ મોટુ નુકશાન થતું હોવાનું જણાવી જર્જરીત કોમ્પ્લેક્ષા હોવાથી ગ્રાહકો પણ ઉપર માલ-સામાનની ખરીદી કરવા આવતા ન હોવાની દયનીય પરિસ્થિતિ જણાવી વેપારીઓ પણ ભોયના ઓથર હેઠળ આ કોમ્પ્લેક્ષામાં આવન-જાવન કરતા હોવાનું જણાવ્યું હતું.
જેથી પાલિકા તંત્ર દ્વારા વહેલી તકે પાલિકા નિર્મિત આ કોમ્પ્લેક્ષાનું રિનોવેશન કરાવી મોટી જાનહાની ટાળે તેવી સ્થાનિક વેપારીઓએ માંગ કરી હતી
