પાટણ સ્થિતિ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવિર્સટી સતત વિવાદોથી ઘેરાયેલી રહેવા પામી છે યુનિવિર્સટીમાં વિવિધ કામમાં થયેલા ભ્રષ્ટાચાઆે,પરીક્ષામાં થયેની ગેરરીતિ, ઉત્તરવહી કૌભાંડ જેવા અનેક કૌભાંડો થયા છે જેને લઇને યુનિવિર્સટી ની છબી ખરડાઇ છે ત્યારે યુનિવિર્સટીને અગાઉથી થ્રી સ્ટાર આપવામાં આવ્યા હતા.
પરંતુ યુનિવિર્સટી પોતાના આંતરિક વિવાદ માંથી ઊંચી ન આવી હોત તો યુનિવિર્સટી પાસેથી એ ગ્રેડનો તાજ પણ છીનવાઈ ગયો હોત. પરંતુ કોરોનાને લીધે વધુ ૬ મહિનાની અવધિ આપવામાં આવી છે.
ત્યારે આજે યુનિવિર્સટીના કુલપતિ ડો.જે.જે.વોરાએ જણાવ્યું હતું.કે યુનિવિર્સટીના રેિકગમાં સુધારો થયો છે.પરંતુ હકીકતમાં રેન્કિંગમાં કોઈપણ વધારો નથી થયો માત્ર અમુક પોઇન્ટ જ વધ્યા છે.
આમ યુનિવિર્સટીમાં ડો.જે.જે.વોરાના આવ્યા બાદ યુનિવિર્સટીની જાણે પડતી આવી હોય તેવું લાગી રહ્યું છે અને એકપછી એક કૌભાંડ બહાર આવી રહ્યા છે.યુનિવિર્સટીમાં કરોડો રૂપિયાના વિકાસના કામો થતા હોવા છતાં યુનિવિર્સટીના રેન્કિંગમાં કોઈ સુધારો થયો ન હોવાનું કુલપતિએ જણાવ્યું હતું.