દીકરી મારી લાડકવાઈ અને દીકરી વ્હાલ નો દરીયો કહેવામાં તો આવે છે પણ દીકરી ને ખરેખર વ્હાલ મળે છે એ મોટો પ્રશ્ન છે..આથી જ સરકાર દ્વારા દીકરી નો જન્મદર વધારવા અથાગ પ્રયાસો કરવા માં આવે છે,,ત્યારે મહેસાણા નગરપાલિકા વોર્ડ નંબર ૪ ના નગરસેવકે દીકરી ના વધામણા કરવા નાનકડો પ્રયાસ કર્યો છે..
વોર્ડ નંબર ૪ માંથી ચૂંટાયેલા નગરસેવક સંજય બ્રહ્મભટ્ટે વર્ષ ર૦ર૧ થી પોતાના વોર્ડ માં દીકરી ના જન્મ પ્રસંગે રૂપિયા ર૧૦૦ ની ડીપોઝીટ આપવા નું શરુ કયુઁ છ.નાયબ મુખ્યમંત્રી ના હસ્તે ૧૧ દીકરીઆેના નામે રૂપિયા ર૧૦૦ ફિક્સ ડીપોઝીટ અર્પણ કરવા માં આવી છે.
આમ,,દીકરી ના વધામણા કરવા નગરસેવકે દીકરી ને રૂપિયા ર૧૦૦ ની ડીપોઝીટ આપી વધામણા કરવા અનોખો પ્રયાસ શરુ કર્યો છે.