પાટણ જિલ્લામાં કોરોનાનાં કહેર વચ્ચે વડ સાવિત્રી વ્રતની ઉજવણી કરાઈ હતી. સૌભાગ્યવતી વ્રત ધારી મહિલાઆેએ વડની ફરતે સુતરનો દોરો બાંધી ગોર મહારાજ પાસે શાસ્ત્રોગત પૂજાવિધી કરાવી પોતાના પતિનાં લાંબા આયુષ્યની તેમજ અંખડ સૌભાગ્યની મનોકામનાની ઈચ્છાપૂર્તિ થાય તેવા આશીર્વાદની કામના કરી હતી.

પાટણ જીલ્લામાં સૌભાગ્યવતી સ્ત્રીઆેએ વડ સાવિત્રીની ઉજવણી કરી હતી. નોંધનિય છે કે, જેઠ સુદ પૂનમને ગુરુવારે વડસાવિત્રીનું વ્રત હોઈ સૌભાગ્યવતી મહિલાઆે તેમના પતિઆેના દીઘાયુષ્ય માટે અને પરિવારજનોનું સ્વાથ્ય સારું રહે તેના માટે વડ સાવિત્રીના વ્રતનાં પવિત્ર દિવસે વડની પૂજા કરે છે.

પાટણ જિલ્લામાં જુદા – જુદા પ્રાચીન ધાર્મિક સ્થાનો પર વડ સાવિત્રીના વ્રતનું પૂજન વિદ્વાન બ્રાહ્મણો દ્વારા કરાવાયુ હતું.પાટણ શહેરના છીડિયા દરવાજા પાસે આવેલ ખંડોબા મહાદેવ ખાતે પૂજા કર્મ કરાવતા જગદીશ મંદિરના પૂજારી કનુભાઈ મહારાજ દ્વારા મોટી સંખ્યામાં સૌભાગ્યવતી મહિલાઆેને સમૂહમાં શાસ્ત્રોકત વિધીવિધાન સાથે વૈદિક મંત્રોચ્ચાર થકી પૂજાઅર્ચના સંપન્ના કરાવાઇ હતી.

આ પ્રસંગે વ્રતધારી મહિલાએ વડ સાવિત્રીના વ્રત અંગે પોતાના પ્રતિભાવો વ્યકત કર્યાં હતા. તો સૌભાગ્યવતિ મહિલાઓને પૂજાવિધી કરાવનાર કનુભાઈ રાવલે પણ વડ સાવિત્રીના વ્રત અંગેનો મહિમા જણાવી મોટીસંખ્યામાં સૌભાગ્યવતી મહિલાઓ આ વ્રત કરવા આવી હોવાનું જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024