દેશને વર્ષ-ર૦રપ સુધીમાં ટીબી મુક્ત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તથા વર્ષ-ર૦રર સુધીમાં રાજ્યને ટીબી મુક્ત કરવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આહવાન કરવામાં આવ્યું છે ત્યારે સ્ટેટ ટીબી ઓફિસર ડો.એસ.કે.મકવાણાએ મેડીકલ કોલેજની ડી.એમ.સી. તથા એ.આર.ટી. સેન્ટર, ધારપુરની મુલાકાત લીધી હતી.
ડો.એસ.કે.મકવાણા દ્વારા એન.ટી.ઇ.પી. કાર્યક્રમમાં વર્ષ-ર૦૧પ બેઝ લઇ ર૩૬ પર લાખ ટી.બી. ઈન્સીડેન્સ વર્ષ-ર૦રર સુધી પંચાવન લાખ ટી.બી. ઈન્સીડેન્સ લઇ જઇ ટીબીના કેસોમાં ઘટાડો કરવા, મૃત્યુદરમાં ૯૦ ટકાનો ઘટાડો અને આઉટ પોકેટ ખર્ચ શુન્ય કરવા સુચન કરવામાં આવ્યું હતું. મકવાણાએ ટીબીના દર્દીઓ શોધીને હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરમાં સારવાર આપવા, ખાનગી ક્ષેત્રમાં શોધાતાં ટીબીના દર્દીની પબ્લીક હેલ્થ એક્શન, એચ.આઇ.વી., ડાયાબીટીસ, યુ.ડી.એસ.ટી., કોન્ટેકટ ટ્રેસીંગ તથા ડીબીટી એન.પી.વાય.નો લાભ મળે તેના ઉપર ખાસ ભાર મૂક્યો હતો છે.
વધુમાં ડો.એસ.કે.મકવાણાએ જણાવ્યું કે, મેડીકલ કોલેજમાં જુદાજુદા વિભાગો દ્વારા ટીબીના સંભવિત દર્દી શોધવાનો દર ૪ થી પ% થી વધુ હોવો જોઇએ. ટીબીના દર્દીનું ઓ.પી.ડી. દરમ્યાન ફાસ્ટ ટ્રેકીંગ થાય તે ખુબ જ જરૂરી છે.
રાષ્ટ્રીય ક્ષય નિર્મલન કાર્યક્રમ યોજાયેલી આ બેઠક અંતર્ગત ધારપુર મેડીકલ કોલેજના ડીન ડો.યોગેશાનંદ ગોસાઈ, તબીબી અધિક્ષક, જિલ્લા કક્ષાના અધિકારીઓ, તાલુકા હેલ્થ ઓફિસર, મેડીકલ કોલેજના હેડ ઓફ ધ ડીપાર્ટમેન્ટ તથા ખાનગી ક્ષેત્રના ડાકટરો ઉપસ્થિત રહ્યા હતા.