બનાસકાંઠા જીલ્લા પંચાયતની ગ્રાન્ટ માંથી તાલુકા પંચાયતના સહયોગથી કાંકરેજ તાલુકાના વડા ઢટોસણ થી ઈન્દ્રમણા સુધીના રોડનું આજરોજ ખાત મુહુર્ત ઢટોસણ મંદિરના પુજારી ના હસ્તે કરવામાં આવ્યું હતું.
જિલ્લા પંચાયત ડેલિકેટ ચમનજીના પ્રયત્નો થી તેમના વિસ્તારમાં લોકોના હિતમાં વિકાસના કામો કરવામાં પ્રયત્ન સીલ રહ્યા છે ત્યારે જિલ્લા પંચાયત ગ્રાન્ટમાંથી આજે ઢટોસણ થી ઇન્દ્રમણા રસ્તા નું ખાત મુહુર્ત કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મહિપતિસહ વાઘેલા, સરપંચ વખતિસહ વાઘેલા, પૂર્વ સરપંચ સી વી ઠાકોર ડેલિકેટ કિતુભા વાઘેલા સહિત તમામ ઢટોસણ વિસ્તારના વડીલ આગેવાનો યુવાનો હાજર રહ્યા હતા અને હનુમાનદાદાના આશીર્વાદ લઇ રોડના કામનું ખાતમુહ્રત કરવામાં આવ્યું હતું.