બોર્ડર રેન્જ, ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જિલ્લામાં દારૂ/જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ના માર્ગદર્શન મુજબ બનાસકાંઠા એલ સી બી ની ટીમ વાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન ખાનગી રાહે હકીકત મળેલ કે થરાદ તરફ થી એક ઈકો ગાડી નંબર જીજે-૩૬-આર-૦પ૬૬ માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી આવે છે
જે બાતમી હકીકત આધારે દેવપુરા કેનાલ પાસે વોચમાં હતા તે દરમ્યાન હકીકત વાળી ગાડી આવતા ઊભી રાખવાનો પ્રયત્ન કરતાં ગાડી ચાલકે દેવપુરા કેનાલ થી દેવપુરાગામમાં ગાડી ભગાડી હતી. ગાડીનો પિછો કરતા ગાડી પાણીના પ્લાન્ટ જવાના રસ્તે સાઈડમાં ગાડી ઊભી રાખી બે ઈસમો ભાગવાનો પ્રયત્ન કરતાં તેમાથી એક ઈસમ ની પોલીસે ધરપકડ કરી હતી.
ગાડી માં જોતા ભારતીય બનાવટના વિદેશી દારૂ-બિયર બોટલ નંગ-૭૧૬ કિ.રૂ. ૧,૧૭,૮ર૦ તથા ઈકોગાડી કી.રૂ ૩,પ૦,૦૦૦ મો.નંગ.ર.કી. ૩પ૦૦ સાથે એમ કુલ કિ.રૂ.૪,૭૧,૩ર૦નો મુદ્દામાલ સાથે મળી આવતાં ગાડી ચાલક તેમજ અન્ય ઈસમો વિરુદ્ઘમાં પ્રોહીબીશન એકટ મુજબ વાવ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.