પાટણ જિલ્લાના સિદ્ઘપુરના દેથળી ગામ નજીક આવેલી એક સોસાયટીના મકાનમાં એલસીબી ની ટીમે છાપો મારી ભારતમાંથી ગેરકાયદેસર રીતે અમેરિકા સાથે કનેક્શન કરી આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર ચલાવતા બે શખ્સોને પકડી પાડ્યા હતા .

તેમની પૂછપરછમાં ચોંકાવનારી વિગત બહાર આવી છે કે તેઆે અમેરિકામાં રહેતા અને લોન માટે માગણી કરી હોય તેવા લોકોને વાતોમાં ભોળવી ગિફ્ટકાર્ડ મારફતે પૈસા ટ્રાન્સફર કરાવી છેતરિપડી કરતા હતા.એલસીબીની ટીમે આ મામલામાં પાંચ શખ્સો સામે સિદ્ઘપુર પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

સિદ્ઘપુર પંથકમાં એલસીબી પોલીસની ટીમ એસ.પી. અક્ષયરાજ મકવાણાની સૂચનાથીપેટ્રોલિંગમાં હતી તે વખતે મળેલી બાતમી આધારે દેથળી ગામથી તાવડીયા જવાના રસ્તા ઉપર આવેલી પેરેડાઇઝ વિલ સોસાયટીના મકાન નંબર ૪૧ ભાડે રાખી માણસોની મદદથી ગેરકાયદેસર રીતે કોલ સેન્ટર ચલાવતા ઊંઝા તાલુકાના ટુંડાવ ગામના મેહુલકુમાર રજનીકાંત પરમાર અને દિનેશભાઈ બળદેવભાઈ રાવળને છાપો મારી દબોચી લીધા હતા

આ શખ્સની પૂછપરછ કરતા ચોંકાવનારી હકીકત બહાર આવી હતી કે તેઆે અમેરિકામાં ચાલતી કેશ એડવાન્સ નામની કંપનીના નામે અમેરિકા ખાતેના લોન એપ્લાય કરતાં ગ્રાહકોનું લિસ્ટ મેળવી કોમ્યુટરો અને મોબાઈલ ફોનનો ઉપયોગ કરી ગુગલવોઈસ સોફ્ટવેર અને બ્રાઇસેક વીપીએન અને ગુગલ ક્રોમ બ્રાઉઝર જીમેલ દ્વારા ગ્રાહકોનો સંપર્ક કરતા હતા.

અમેરિકાનો મોબાઇલ નંબર ડિસ્પ્લે ઉપર જનરેટ કરી તેમને લાલચ આપી લોન માટે સમજાવી તેમની પાસેથી સિક્યુરિટી ડિપોઝિટ પેટે ગિફ્ટ કાર્ડ મારફતે પૈસા ટ્રાન્સફર મેળવી અમેરિકામાં રહેતા લોકોને લાલચ આપી છેતરિપડી કરવા માટે ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને ઇન્ટરનેટનો ઉપયોગ કરી કોલ સેન્ટર ચલાવતા હતા .

કોલ સેન્ટર પરથી પોલીસે રૂ. ૧૦,૦૦૦ ના બે મોબાઇલ , રૂ. ર૦,૦૦૦ નુ એક લેપટોપ , રૂ.ર,૬પ,૦૦૦ ના પાંચ કોમ્પ્યુટર સેટ, રૂ.૪૦૦૦ ના બે વાઈફાઈ , સ્પાઇડર સ્વીચ બોર્ડ મળી કુલ રૂ.૬૦,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો . અન્ય ત્રણ શખ્સો મળી કુલ પાંચ શખ્સો સામે સિદ્ઘપુર પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024