પાટણ શહેરમાં (Patan City) દિન પ્રતિદિન દબાણો અને ગેરકાયદેસર (Illegal) બાંધકામોનો રાફડો ફાટી નિકળ્યો છે તેમ છતાં પાટણ નગરપાલિકાના (Municipality) સત્તાધીશો સહિત નગરસેવકો અને વોર્ડ ઈન્સ્પેકટરો મૌન સેવી રહયા છે. ત્યારે પાલિકાના સત્તાધીશોના મૌનને લઈ પાટણના કેટલાક બિલ્ડરોએ બેફામ બની બિનઅધિકૃત બાંધકામ કરી પાટણ શહેરને બાનમાં લીધું છે.

(૧) રેસીડેન્સીયલ બાંધકામની મંજૂરી પર ગેરકાયદેસર કરેલ કોમર્શિયલ બાંધકામ
(ર) ૭૦ થી ૮૦ ટકા ગેરકાયદેસર કામગીરી પુર્ણ થઈ ગયેલ હોવા છતાં પણ હજુ સુધી કોઈ જ કાર્યવાહી નહીં.
(૩) તંત્રની બેદરકારી કે બિલ્ડરની?
(૪) કોની રહેમનજર હેઠળ થઈ રહી છે આ પ્રકારની કામગીરી?
(પ) પીટીએન ન્યુઝ દ્વારા કરાયેલ ગેરકાયદેસર બાંધકામનો પર્દાફાશ
(૬) પાટણના હાર્દસમા વિસ્તારમાં થઈ રહેલ છે તોતીંગ ગેરકાયદેસર બાંધકામ..
(૭) સરકારી નીતિ–નિયમોની સરેઆમ ઠેકડી ઉડાવતાં અમુક લાલચી તત્વો.

(૮) પાટણ શહેરમાં ઠેર–ઠેર ઉભા કરાયેલ આવા ગેરકાયદેસર બાંધકામોની થવી જોઈએ નિષ્પક્ષ તપાસ
(૯) પાટણ શહેરમાં મુખ્ય વિસ્તારમાં બે કોમ્પ્લેક્ષનું ગેરકાયદેસર બાંધકામ આવ્યું સામે
(૧૦) શું નગરપાલિકા તંત્ર લેશે આ અંગે કડક પગલા..?
(૧૧) પીટીએન ન્યુઝ દ્વારા નગરપાલિકા તંત્રને ધ્યાને લાવતાં ચીફ ઓફિસરે કડક કાર્યવાહી કરવાની આપી ખાતરી

આવા અનઅધિકૃત દબાણો સામે જાગૃત નાગરીકો (Citizens) દ્વારા વારંવાર જિલ્લા સ્વાગત ફરિયાદમાં રજૂઆતો કરેલ છે અને તે અંગે કલેકટર (Collector) દ્વારા અનઅધિકૃત દબાણોને તોડી પાડવાના કેટલાય હૂકમો કરવામાં આવ્યા છે છતાં પણ આજદીન સુધી આવા ગેરકાયદેસર થયેલા દબાણો સામે પાલિકા દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. જેના કારણે નગરપાલિકાના સત્તાધીશો સામે પણ સવાલો ઉઠવા પામ્યા છે. ત્યારે પાટણ શહેરનાં જલારામ મંદિર (Jalaram Temple) ચોક પાસે અને જૂના ઈન્ડીયન રેડક્રોસની સામે રેસીડેન્સીયલ (Residential) બાંધકામની મંજૂરી પર ગેરકાયદેસર કોમર્શિયલ (Commercial) બાંધકામની ૭૦ થી ૮૦ ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ ગયેલ હોવા છતાં પણ પાલિકાના સત્તાધીશો દ્વારા હજુ સુધી કોઈજ કાર્યવાહી કરવામાં આવી નથી. અને આ ગેરકાયદેસર બાંધકામ અંગે પાલિકાના સત્તાધીશો અજાણ ન હોવા છતાં પણ તેઓ મૌન સેવી રહયા છે તો કોની રહેમ નજર હેઠળ થઈ રહી છે આ પ્રકારની કામગીરી? તેવા શહેરમાં પ્રશ્નો પણ ચર્ચાઈ રહયા છે.

પાટણ શહેરના જલારામ મંદિર ચોક પાસે તાજેતરમાં એક બિલ્ડીંગનું બાંધકામ થઈ રહયું છે જેની જિલ્લા કલેકટર દ્વારા ઉદ્યોગ અર્થે જગ્યા ફાળવાઈ હોવાનું જાણવા મળેલ છે અને બિલ્ડર દ્વારા નગરપાલિકામાં ઓનલાઈન રેસીડેન્સીયલ બાંધકામની મંજૂરી લીધેલ છે પરંતુ બાંધકામ જોતાં કોમર્શિયલ કોમ્પલેક્ષ ઉભુ થઈ રહયું હોય તેવું જણાઈ રહયું છે. અગાઉ પણ આ ગેરકાયદેસર બાંધકામ અંતર્ગત રજૂઆતો થયેલ છે છતાં પણ તંત્ર દ્વારા આ ગેરકાયદેસર બાંધકામ બાબતે આંખ આડા કાન કરવામાં આવી રહયા હોવાનું જાણવા મળી રહયું છે.

ઉદ્યોગ એકમ માટે ફાળવાયેલ આ જગ્યા કોઈ વેચાણ ન કરવાની શરતે જે-તે સમયના જિલ્લા કલેકટર દ્વારા આપવામાં આવેલ છે. તેમછતાં કોમર્શિયલ બાંધકામ કરીને સરકારની નીતિ નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરતા હોવાનું દૃશ્યમાન થઈ રહયું છે. બાંધકામ અંગેની ઓનલાઈન રેસીડેન્સીયલ મંજૂરી લીધા બાદ નગરપાલિકાના સર્વેયર તેમજ ચીફ ઓફિસર દ્વારા મંજૂરી આપ્યા મુજબનું બાંધકામ થઈ રહયું છે કે નહીં તેની ચકાસણી કરવાની સંપૂર્ણ જવાબદારી તેઓની હોવા છતાં તેઓ આજે પોતાની જવાબદારીમાંથી વિમુકત જોવા મળ્યા હતા. અને આવા અનઅધિકૃત બાંધકામ કરતાં બિલ્ડરોને પ્રોત્સાહન આપતા હોય તેવું પણ સ્પષ્ટ પણે ફલિત થતું જોવા મળી રહયું છે.

પીટીએન ન્યુઝ (PTN News) દ્વારા આ થઈ રહેલા ગેરકાયદેસર બાંધકામનો પર્દાફાશ કરતાં પીટીએનની ટીમે ચીફ ઓફિસરની રુબરુ મુલાકાત લીધી હતી અને અનઅધિકૃત થઈ રહેલા બાંધકામ અંગે તેઓને અવગત કાર્ય હતા….

પાટણ શહેરનાં જૂનાગંજ બજારથી સુભાષચોક જવાના માર્ગ પર જૂના રેડક્રોસ ભવનની સામે આવેલ ઉંચીશેરીના પ્રવેશદ્વાર પર જ કોમર્શિયલ બાંધકામ થઈ રહયું હોય તેવું જણાઈ રહયું છે. પીટીએન ન્યુઝની (PTN News) ટીમે આ અંગે ચકાસણી કરતાં જાણવા મળ્યું હતું કે આ બાંધકામની મંજૂરી રહેણાંક મકાનના હેતુથી માંગેલી છે જે પરવાનગીમાં આજે તેનું સ્ટ્રકચર જોતાં ભવિષ્યમાં કોમર્શિયલ હેતુ માટે બિલ્ડીંગ બનાવવામાં આવી રહયું હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહયું છે. તો આ અનઅધિકૃત બાંધકામ કોની મહેરબાની તળે થઈ રહયું છે તે ચર્ચાસ્પદ બન્યું છે.

પીટીએન ન્યૂઝની (PTN News) ટીમે પાટણ નગરપાલિકા ચીફ ઓફિસરને આ અંગે પુછતાં તેઓએ તેના માલિકને નોટીસ પાઠવવામાં આવી હતી અને જે તે લાયસન્સ ધારી એન્જીનીયરને રુબરુ સાંભળવાની તક પણ આપી હોવાનું જણાવી એન્જીનીયરનો સ્થળ ચકાસણીનો રીપોર્ટ મેળવી કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.

પીટીએન ન્યુઝ દ્વારા આ અનઅધિકૃત કરવામાં આવેલા બાંધકામોને લઈ તે અંગે કેટલા દિવસમાં કાર્યવાહી કરવામાં આવવાનું પુછતાં ચીફ ઓફિસરે (Chief officer) પંદર દિવસમાં તેઓની વિરુધ્ધ કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું. જે અંગે લાયસન્સ ધારી એન્જીનીયરનો (Engineer) રીપોર્ટ મંગાવી તરત કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી અને લાયસન્સ ધારી એન્જીનીયરે જે નકશા રજૂ કર્યા છે તે પ્રમાણેનું બાંધકામ કરવાની જવાબદારી તેની હોવા છતાં નગરપાલિકાને ગેરમાર્ગે દોરી લાયસન્સ ધારી એન્જીનીયરને રહેણાંક મકાનની પરવાનગી માંગ્યા બાદ પણ આજે તેમાં કોમર્શિયલ બાંધકામ કરવામાં આવી રહયું છે.

અને બી.યુ. (BU) પરમીશનનો ખાસ આગ્રહ રાખવામાં આવી રહયો છે અને જો બી.યુ. પરમશીન નહીં હોય તો બાંધકામ માટેનો ઉપયોગ પણ જે તે બિલ્ડર નહીં કરી શકવાની ખાતરી આપી હતી અને જરુર પડશે તો ટાઉન પ્લાનીંગ સમિતિમાં આ સમગ્ર પ્રકરણ રજૂ કરી સ્થળ પરની પરિસ્થિતિ વાકેફ કરી નિર્ણય કરવામાં આવવાનું નગરપાલિકાના ચીફ ઓફિસર પાંચાભાઈ માળીએ જણાવ્યું હતું.

આમ, પીટીએન ન્યુઝ દ્વારા પાટણ શહેરમાં થઈ રહેલા ગેરકાયદેસર બાંધકામનો પર્દાફાશ કરી પાલિકા તંત્રને ઉંઘતુ ઝડપ્યું હતું અને સરકારી નીતિ નિયમોને નેવે મૂકી લાલચી બિલ્ડરો પોતાના સ્વાર્થ ખાતર સરકારને કરોડો રુપિયાની ખોટ કરી રહયા હોવાનું પણ પીટીએન ન્યુઝે પર્દાફાશ કરતાં ચીફ ઓફિસરે આગામી સમયમાં તેઓની સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી પણ પીટીએન ન્યુઝને આપી હતી.

પાટણ શહેરમાં થઈ રહેલા ઠેરઠેર અનઅધિકૃત બાંધકામોને અટકાવી આવા લાલચી ઈસમો સામે લાલઆંખ કરી કાયદાના પાઠ ભણાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024