કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ બસ સ્ટેન્ડ પાસે ઇલેકિ્ટ્રક વાયર તૂટી પડતાં આધેડ વયના જયંતિભાઈ વાલ્મીકિ નું કરુણ મોત થયું હતું.
જોકે આવા સંજોગોમાં વીજ કંપનીની બેદરકારી જોવા મળી હતી ત્યારે હવે વીજ પોલ વીજ વાયર અને હવે ચોમાસુ બેસી ગયું છે.
ત્યારે વીજ કંપની દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી કરી ને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોક લાગણી સાથે માગણી ઉઠવા પામી છે અને મૃતક પરીવાર ને વળતર ચૂકવવામાં આવે તેવી આશા સાથે ઉત્તર ગુજરાત વીજકંપનીના જે તેઅધિકારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે ઘટતું કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી હતી.