મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિની પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા ની અધ્યક્ષતા માં મહેસાણા ના ઉમંગ પાટી પ્લોટ માં વિસ્તૃત કારોબારી યોજવામાં આવી છે.
મહેસાણા જિલ્લામાં ગત સ્થાનિક સ્વરાજય ચૂંટણીમાં તમામ ક્ષેત્રે હારનો સામનો કરી ચુકેલી કોંગ્રેસ પાટી ની પ્રથમવાર કારોબારી સ્વરૂપે બેઠક યોજાઈ છે.
જિલ્લા કોંગ્રેસ કારોબારીમાં મોટી સંખ્યા માં સ્થાનિક નેતાઓ,અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિતિ રહ્યા હતા અને કોરોના કાળ હળવો થતા યોજવા માં આવેલી કારોબારી બેઠક માં સોશ્યલ ડિસ્ટન્સ ભંગ થતો જોવા મળ્યો હતો.
તો વળી ઘણા કોંગી અગ્રણીઓ માસ્ક વિના જ જોવા મળ્યા હતા. કારોબારી બેઠક માં પધારેલા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા એ કોંગ્રેસ ની જૂથબંધી, આપ પાટી ની સક્રિયતા અને દારૂ જુગાર ની બદી મામલે ખાસ નિવેદન કયું હતું.