મહેસાણા જિલ્લા ની ઊંઝા નગરપાલિકા માં ગત ર જૂન ના રોજ વિવાદ સર્જાયો હતો. ઊંઝા નગરપાલિકા માં સફાઈ અંગે આયોજન કરવા બોલાવેલી બેઠક માં અપક્ષ નગરસેવક ભાવેશ પટેલ,જીતેન્દ્ર પટેલ અને અલકેશ પટેલ દ્વારા કર્મચારીઆે અને પદાધિકારીઆે સાથે અશોભનીય વર્તનકરેલું અને કામમાં રુકાવટ કરી દાદાગીરી કરી હોવાની રજુઆત થઈ હતી.
ત્યારે ઊંઝા નગરપાલિકાના ચીફ આેફિસરે નગરસેવકોને નોટિસો ફટકારી કમિશ્નર મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન ને લેખિત જાણ કરાઈ હતી. આથી ગુજરાત કમિશ્નર મ્યુનિસિપાલિટી એ નગરસેવકો ને નોટિસ ફટકારી છે અને આગામી ૧પ જુલાઈ ના રોજ બપોરે ર.૩૦ વાગે હાજર રહેવા નોટીસ આપવામાં આવી હતી.