આગામી તા.૧૧મી જુલાઈના રોજ યોજાનારી પાટણ નાગરિક સહકારી બેંકની ૧પ સભ્યો માટે ની ચૂંટણીનું ચિત્ર શુક્રવારે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે સ્પષ્ટ બન્યું છે.ત્યારે કુલ ૪૮ ફોર્મ વિતરણ થયાં હતાં જેમાં ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ૮ ઉમેદવારોએ પોતાનાં ફોર્મ પરત ખેંચાયા હતા.તો બે ફોર્મ રદ થયાં થયા હતા જ્યારે એસસી એસટી ની એક બેઠક બિનહરીફ જાહેર થતાં હવે ૧૪ સભ્યો માટે યોજાનારી ચૂંટણી માટે કુલ ર૧ ઉમેદવારો મેદાનમાં હોવાનું ચુંટણી અધિકારી એવમ બેંક મેનેજર મયુરભાઈ પટેલે જણાવ્યું હતું.

આગામી તા.૧૧મી જુલાઈને રવિવાર નાં રોજ શહેરની એમ.એન હાઇસ્કુલ ખાતે આયોજિત પાટણ નાગરિક સહકારી બેંક ની પાંચ વર્ષની ટર્મ માટેની ચૂંટણીમાં પ્રગતિશીલ પેનલના ૧૪ ઉમેદવારો અને પરિવર્તન પેનલના ૬ ઉમેદવારો તેમજ ૧ અપક્ષ ઉમેદવાર મળી કુલ ર૧ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે જે ઉમેદવારોને ચુંટણી ચિન્હ ફાળવવામાં આવ્યા હતા.

જેમાં પ્રગતિશીલ પેનલને ત્રાજવું ચુંટણી ચિન્હ અને પરિવતન પેનલને ઉગતો સુરજ તેમજ અપક્ષ ઉમેદવાર ને દિપક નું ચિન્હ ફાળવવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં યોજાનારી પાટણ નાગરિક સહકારી બેંક ની ચૂંટણી માટે ૧૪ સભ્યોની બનેલી પ્રગતિશીલ પેનલ માંથી મહેશભાઇ દલવાડી અને પુનમબેન મોદી ને પડતાં મુકી તેઓની જગ્યાએ હિનાબેન દિલીપભાઈ પટેલ અને હરેશકુમાર શંકરલાલ મોદીને લેવામાં આવ્યા હોવાનું પ્રગતિશીલ પેનલના સુરેશભાઈ પટેલે જણાવ્યું હતું.જ્યારે સામે મેહુલકુમાર રાયચંદભાઈ પટેલ સહિત પરિવર્તન પેનલ નાં ૬ ઉમેદવારો અને અપક્ષ ઉમેદવાર તરીકે વિકાસ પ્રવિણભાઇ પટેલ વચ્ચે ચુંટણી જંગ જામશે.

આગામી તા.૧૧ જુલાઈ ને રવીવાર નાં રોજ શહેરની એમ એન હાઈસ્કૂલ ખાતે સવારે ૮ થી બપોર નાં ર કલાક સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને સાંજે ૪ વાગ્યા પછી મત ગણતરી બાદ પરિણામ જાહેર કરવામાં આવશે.

બેંકના રર હજાર જેટલાં મતદારો હોય દરેક મતદાતાએ ૧૪ મત આપવા ફરજીયાત હોય કોરોના ગાઇડ લાઇન નાં ચુસ્ત પાલન વચ્ચે પાટણ નાગરિક સહકારી બેંક ની ચૂંટણી યોજવામાં આવશે તેવું બેંક ના ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024