પાટણ સમીપ આવેલ ઉંઝા હાઇવે રોડ પરના પાંચ પીપળ જય શ્રી શક્તિ મંદિર પરિસર ખાતે જેઠ વદ અગિયારસને સોમવારના પવિત્ર દિવસે મંદિર પરિસરના પ્રતિષ્ઠા દિન ની ભક્તિમય માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી.
આ ધાર્મિક પ્રસંગ ને લઈને મંદિર પરિસર ખાતે હવન યજ્ઞ અને મહાઅભિષેક સહિત પુજા-આરતી સમૂહ પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું.
મંદિર પ્રતિષ્ઠા દિન નિમિત્તે આયોજિત કરાયેલ યજ્ઞ ના યજમાન પદે પંચોલી નિલમ કુમાર ચંદુલાલ પરિવારે લ્હાવો લીધો હતો. જ્યારે યજ્ઞની શાસ્ત્રોક્ત વિધિ પાટણના વિદ્વાન ભૂદેવો દ્વારા કરવામાં આવી હતી.
મંદિર પરિસર ખાતે આયોજિત હવન યજ્ઞ સહિતના ધાર્મિક ઉત્સવો માં મોટી સંખ્યામાં ભક્તોએ કોરોના ની ગાઈડ લાઈન સાથે ઉપસ્થિતિ રહી દર્શન પ્રસાદનો લાભ લઇ ધન્યતા અનુભવી હતીમંદિરનાં મહંત શ્રી શંકરગીરીજી મહારાજ ગુરૂ શ્રી લક્ષ્મણગીરીજી મહારાજે આશિર્વચન પાઠવી સમગ્ર વિશ્વ નાં કલ્યાણ ની કામના વ્યક્ત કરી હતી.