પાટણ ફોટોગ્રાફર એસોસીએશનની જનરલ મીટીગ બુધવારના રોજ મળી હતી. જેમાં વર્ષ ર૦ર૧ ના પ્રમુખ,મંત્રી સહિત કારોબારી સભ્યોની સર્વનુમતે રચના કરવામાં આવી હતી.

પાટણ ફોટોગ્રાફર એસોસિએશન ના વર્ષ ર૦ર૧ ના પ્રમુખ તરીકે પ્રવિણભાઈ પ્રજાપતિ, ઉપપ્રમુખ ધર્મેન્દ્ર પટેલ, મંત્રી કીર્તિ મોદી, સહિતના કારોબારી સભ્યોની સર્વનુમતે વરણી કરવામાં આવતાં તેઆેની વરણીને ઉપિસ્થત સૌ ફોટોગ્રાફર મિત્રોં એ તાળીઆેના ગડગડાટ સાથે વધાવી લઇ શુભેચ્છાઆે પાઠવી હતી.

પાટણ ફોટોગ્રાફ એસોસિએશન ના નવીન વરાયેલા પ્રમુખ પ્રવિણભાઈ પ્રજાપતિ એ આગામી દિવસોમાં ફોટોગ્રાફરના વ્યવસાય સાથે સંકળાયેલા જરૂરિયાત મંદ ફોટોગ્રાફર મિત્રો ને ધંધા-રોજગાર ઉપલબ્ધ બની રહે તેમજ કોરોનાની મહામારી માં સંક્રમિત બનેલા ફોટોગ્રાફર પરિવારોને એસોસિએશન દ્વારા કઈ રીતે મદદરૂપ બની શકાય તે માટે એસોસિએશનના સભ્યો સાથે વિચાર વિમર્શ કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024