ભગવાન જગન્નાથજીની ૧૩૯મી નિકળનારી રથયાત્રાને લઈ ટ્રસ્ટી મંડળ દવારા સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે ત્યારે જગદીશ મંદિર ટ્રસ્ટના પ્રમુખ પિયુષભાઈ આચાર્યએ ચાલુસાલે વૈશ્વિક કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને સરકારશ્રીની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરી ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવનાર હોવાનું જણાવી ૧ર.૩૯ના શુભમુહૃતે ભગવાનને રથોમાં બિરાજમાન કરવામાં આવશે અને ત્યારબાદ ભગવાનની મહાઆરતીનું આયોજન કરી વિશિષ્ટ લોકો અને દાતાઓનું મંદિર પરિસર ખાતે સન્માન કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.
અને બપોરે બે કલાકે પરંપરાગત નિકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રા પ્રસ્થાન પામી માત્ર બે કિલોમીટરના અંતરે રથયાત્રા ફરી નીજ મંદિરે પરત ફરવાનું જણાવ્યું હતું. તો કોરોના મહામારીને લઈ આગામી ૧રમી જુલાઈના રોજ નિકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રામાં નિશાન ડંકો સહિત ભગવાનના ત્રણ રથો સિવાયની મંજૂરી મળી ન હોવાથી ચાલુસાલે સાદગીપૂર્ણ રીતે રથયાત્રા કાઢવામાં આવનાર હોવાનું પણ જણાવ્યું હતુું.