ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા ના આદેશ અનુસાર શનિવારના રોજ પાટણ જિલ્લા અને શહેર તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિ ના કાર્યકર્તાઓ દ્વારા શહેરના કનસડા દરવાજા થી હિંગળાચાચર ચોક સુધી પેટ્રોલ – ડીઝલ ના અસહ્ય ભાવ વધારા ને લઈને જન ચેતના સંમેલન કાર્યક્રમ અંતર્ગત સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સાયકલ રેલી માં જોડાયેલ આગેવાનો અને કાર્યકર્તાઓએ ભાજપ સરકારમાં કૂદકે ને ભૂસકે વધી રહેલી અસહ્ય મોંઘવારી સહિત પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઇને લોકજાગૃતિ અંગેના સૂત્રોચ્ચાર કર્યા હતાં. તો પેટ્રોલ-ડિઝલના અસહય ભાવ વધારાને લઈ આજે આમ આદમી પિસાઈ રહયો છે ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોને અસહય ભાવ વધારોને લઈ ભવિષ્યમાં વાહનો હોવા છતાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઈ તેને દોરતા દોરતા લઈ જવાની ફરજ પડશે તેવું ચિત્ર કોંગ્રેસના કાર્યકર્તાઓએ બાઈક અને એકટીવા દોરીને ફલિત કયું હતું.

તો કેટલા કોંગ્રેસના આગેવાનો- કાર્યકરો પેટ્રોલ-ડીઝલના અસહય ભાવ વધારાના વિરોધમાં ઉંટલારામાં બેસી પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો અનોખો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. તો ભાજપ સરકારમાં સસ્તા દારુ, મહેંઘા તેલ જેવા સૂત્રોચ્ચાર પોકારી ભાજપ સરકાર રોજગારી, ભાવવધારો અને ઈંધણ ગેસના ભાવોમાં સતત વધી રહેલા ભાવોને લઈ નિષ્ફળ નિવડી હોઈ કયાં તો વધેલા ભાવ વધારામાં ઘટાડો કરે કયાંતો સત્તાથી દૂર થઈ જવાની માંગ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષાના નેતા અશ્વીન પટેલે કરી હતી.

આ જન ચેતના સાયકલ રેલી માં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શંકરજી ઠાકોર, જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા અશ્વીનભાઈ પટેલ, પાટણ નગરપાલિકા વિરોધ પક્ષના નેતા ભરતભાઈ ભાટિયા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસીના મહામંત્રી રણજીતસિંહ ઠાકોર સહિત ૧૦૦ થી વધુ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024