પાટણ શહેરમાં ટેલીફોન એક્ષાચેન્જ રોડ પર આવેલા વ્રજભૂમિ ટેનામેન્ટમાં આવવા જવા માટે બનાવવામાં આવેલા નાળાને લઈ ગત ચોમાસા દરમ્યાન વધુ પડતાં વરસાદને લઈ આનંદ સરોવર છલોછલ ભરાઈ જવા પામ્યું હતું. જેને લઈ આજુબાજુની સોસાયીઓમાં વરસાદી પાણી ભરાઈ રહેવાની દહેશતને લઈ આનંદ સરોવર પાસે બનાવેલો દરવાજો તોડીને વરસાદી પાણીને વત્રાસર કેનાલમાં છોડવામાં આવ્યું હતું.
પરંતુ તે સમયે વ્રજભૂમિ ટેનામેન્ટનું નાળુ ખૂબજ નીચુ હોઈ વરસાદી પાણી અવરોધાતાં બેક મારી આનંદ સરોવરમાં પરત આવતાં પાલિકાના ચીફ ઓફિસર સહિત પ્રાંત અધિકારી સહિત પોલીસ કાફલો આ નાળાને ચાલુ વરસાદે તોડવા આવી પહોંચ્યો હતો પરંતુ આ સોસાયટીમાં આવવા જવા માટેનો બીજો કોઈ વિકલ્પ ન હોવાથી સ્થાનિક રહીશો દ્વારા હંગામો મચાવી વૈકલિપ વ્યવસ્થા બાદ નાળુ તોડવા માટેના ધરણા યોજતાં તંત્ર બેબસ બની તેઓની માંગને આખરે સ્વીકારવી પડી હતી.
ત્યારબાદ આ સોસાયટીના રહીશો દ્વારા સ્વખર્ચે નવીન નાળુ બનાવવામાં આવ્યું હતું. ત્યારે આ નાળુ કોના ખર્ચેદૂર કરવું તે સમસ્યા સર્જાતાં સોસાયટીના રહીશો પોતાના સ્વખર્ચેઆ નાળુ દુર કરે તેવું પાલિકાએ સ્થાનિક રહીશોને જણાવ્યું હતું. પરંતુ સ્થાનિક સોસાયટીના રહીશો દ્વારા જૂના નાળાને દૂર કરવામાં ન આવતાં અંતે ચોમાસુ બેસી ગયું હોવાથી ગતવષની જેમ ફરીથી સમસ્યા ન સર્જાય તે માટે પાલિકા દ્વારા જૂના નાળાને દૂર કરવાની આજરોજ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે સ્થાનિક કોપોરેટરો સહિત શાસક પક્ષાના નેતા દેવચંદભાઈ પટેલ ખાસ ઉપસ્થિતિ રહીને જૂના નાળાને દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી.
ત્યારે આ નાળુ દૂર કરવાનો ખર્ચો સ્થાનિક સોસાયટીના રહીશો પાસે પાલિકા વસુલશે કે પછી પાલિકાના ખર્ચે નાળુ દૂર કરવામાં આવ્યું તે ચર્ચાનો વિષય બન્યો છે આ અંગે શાસક પક્ષાના નેતા દેવચંદભાઈ પટેલે નાળુ દૂર કરવા અંગે કંઈક આ રીતે પોતાના પ્રતિભાવો વ્યકત કર્યા હતા.