અષાઢી બીજના શુભ દિવસે પાટીદાર સમાજની પાંચગામ બાલીસણા, સંડેર, મણુંદ, ભાન્ડુ અને વાલમમાં રહેતી બહેનોના આત્મગૌરવ અને સ્વશકિતકરણ કરવાના હેતુથી મહિલા ઉત્કષ મંડળ અંતર્ગત ગ્રામ ગૃહ ઉદ્યોગ અને સાડી લાયબ્રેરીનો શુભારંભ સવારે નવ કલાકે મહંત હરિશરણદાસ, ગુરુ દામોદરદાસના આશીર્વચન અને વિધિવત પૂજા કરી કરવામાં આવ્યો હતો. પાંચેય ગામોની મહિલાઓ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર જોડાઈ હતી.
મહિલા ઉત્કષ મંડળ અંતર્ગત એકાદ માસ પહેલા ડો.ભારતીબેન બી. પટેલ, કાશ્મીરાબેન, ડો.રંજનબેન, નીધિબેન, જયોતિબેન અને અર્પિતાબેન દ્વારા એક વિચારમંથન કરી સમાજની પાંચ ગામમાં રહેતી બહેનોને સ્વરોજગારીની તક આપી તેમને સશકત બનાવવા અંગે આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત પાંચેય ગામની બહેનો સાથે રાત્રી મીટીંગ કરી દરેક ગામની બહેનોની સર્વ સંમતિથી પાંચેય ગામની બહેનોની હોદેદાર તરીકે વરણી કરી બાલીસણાની બહેનો દ્વારા સેવ, ગાંઠિયા, ખાખરા, ચવાણુ અને મોહનથાળ બનાવી વેચાણ માટે મુકવામાં આવ્યું હતું.
ખૂબજ સુંદર શરુઆત થકી બહેનોના ઉત્સાહમાં વધારો થયો હતો. આગામી સમયમાં ભરતગુંથણ, સિવણ, હીરા ઘસવાનું, કાર્ય આઉટ સોશીગ થકી બહેનો માટે ગામમાં જ વિવિધ પ્રકારના મસાલા, અનાજ, તેલ ઈત્યાદિ પેકીંગ અને ઉત્પાદન કાર્ય સંભદે વિચાર કરવામાં આવશે. ઉબેર ઓલા સર્વિસ પ્રોવાઈડર કંપનીની જેમ એ દિશામાં પણ નવી જ તકો વિકસાવવા બહેનો કટિબધ્ધ બનશે. માતાઓ રોજગારી થકી આત્મનિર્ભર બનશે તો તેમના બાળકો ખૂબ સારુ શિક્ષાણ મેળવી શકશે. નવતર પ્રયોગ સાડી લાયબ્રેરીનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
સાડી લાયબ્રેરી માટેના વિશાળ શો કેસ કબાટ માટે ડો.ભારતીબેન બી.પટેલ દ્વારા રુ.રપ હજારની રકમ તેમના સાસુના નામે અર્પણ કરી સાચા અર્થમાં સ્ત્રી સશકિતકરણનું ઉદાહરણ પુરુ પાડયું હતું. આ લાયબ્રેરી થકી સમાજમાં પ્રત્યેક ઘમાં થતા લગ્નપ્રસંગે પહેરી શકાય તેવા કિમતી સાડી શૂટ અહીંથી જેને પણ ઉપયોગમાં લઈ જવા હોય તે માત્ર રુપિયા ૧૦૦ની નજીવી રકમ સમાજ ઉત્કષ માટે દાન આપી લઈ જઈ શકશે.
આ લાયબ્રેરીમાં એટલી કિંમતી સાડી હશે કે જેથી કોઈપણને લેવાની ઈચ્છા થાય. આ લાયબ્રેરી બનાવવા પાછળનો આશય એ છે કે આપણા ઘરના પ્રસંગમાં ઘરની મુખ્ય ચાર વ્યકિત, ચાર પ્રસંગમાં પહેરવા ઓછામાં ઓછા બે લાખ રુપિયા ખર્ચે છે. પ્રસંગ પછી એ મોંઘા કપડા માંડ ચાર વખત પહેરાય છે.
આમ રુપિયાનો દુવ્ર્યય અટકાવવા અને આ પૈસાનો સદઉપયોગ બીજા કામમાં કરી શકાય તે હેતુથી આ લાયબ્રેરીમાં સમાજના લોકો પોતાના ઘરના પ્રસંગમાં પહેરેલ વસ્ત્રો દાનમાં આપે અને જે પણ લઈ જાય તે ઉપયોગ કરી ડ્રાયકલીન કરી પરત કરે. આમ કરવાથી એક પરિવારના જો એકાદ લાખ બચત થાય અને આવા સો પરિવાર વર્ષે આ લાયબ્રેરીનો ઉપયોગ કરે તો વર્ષે એક કરોડ રુપિયા બચાવી સાચા અર્થમાં સમાજ ઉત્કષ કરી શકાય.