પાટણ શહેરમાં આજરોજ ધોરણ ૧૦ અને ૧રના વિધાર્થીઓની પુરક પરીક્ષાઓનો શાંતિપૂર્ણ માહોલમાં આરંભ થવા પામ્યો હતો. જેમાં વહેલી સવારે ધોરણ ૧રના વિધાર્થીઓની પરીક્ષાઓનો પ્રારંભ થયો હતો. પરીક્ષા સેન્ટર ઉપર વિધાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સ સાથે બહાર ઉભા રાખી પ્રોત્સાહન આપવા માટે સ્વાગત કરવામાં આવ્યું હતું. વર્ગખંડોમાં સરકારની એસઓપી મુજબ એક વર્ગખંડમાં પરીક્ષાથીઓને બેસાડીને બંને વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ રાખી ફરજિયાત માસ્ક પહેરાવીને નિરીક્ષકો દ્વારા પરીક્ષા આપવા માટે ફરજ પાડવામાં આવી હતી.
જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શહેરના પરીક્ષા સેન્ટરની મુલાકાત લઇ સંચાલકોને વિધાર્થીને પ્રવેશ અને પરીક્ષા પૂર્ણ થયા બાદ એસઓપીની ગાઈડલાઈનનો ભંગ ન થાય તે રીતે વ્યવસ્થા કરવા માટે સૂચના આપવામાં આવી હતી. જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં સરકારની ગાઈડલાઈન મુજબ જિૡાના ૧૮ કેન્દ્રના ૭૦ બિલ્ટીન્ગ માં ધોરણ-૧૦ અને ૧રના ૧પ હજાર ૯૦૬ રીપીટર વિધાર્થીઓની પરીક્ષાઓ ગુરુવારથી શરૂ થઈ હતી. જેમાં પ્રથમ સેસનમાં ધોરણ-૧ર સામાન્ય પ્રવાહમાં ચિત્ર, સંગીત અને કોમ્પ્યુટરનું પ્રશ્નપત્ર આપ્યું હતું. તો ધોરણ ૧૦માં ગુજરાતીનું પ્રશ્નપત્ર યોજાયું હતુ.
પ્રથમ સેશનમાં દરેક સેન્ટર ઉપર ૮૦થી ૧૦૦ જેટલી સંખ્યા જોવા મળી હતી. ઓછી સંખ્યા હોય સંચાલકોને પણ વ્યવસ્થા કરવામાં કોઈ મુશ્કેલી પડી ન હતી. જેથી વિધાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી. જિલ્લા શિક્ષણ અધિકારી જયરામભાઈ જોશી તેમજ સેવાભાવી રોટરી ક્લબ દ્વારા શહેરની એક્સપરિમેન્ટલ સ્કૂલમાં પરીક્ષાથી ઓને હાથ સેનેટાઇઝ કરી ટેમ્પરેચરની ચકાસણી કર્યા બાદ માસ્ક આપી પરીક્ષાખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.
વિધાર્થીની સ્મિતા દવેએ જણાવ્યું હતું કે, આજે અમારુ સંગીત વિષયનું પેપર છે જેમાં વિશેષ કોઇ વાંચન ના હોઈ પરીક્ષાનો કોઈ ભય નથી, પરંતુ લાંબા સમય બાદ પરીક્ષા આપવા આવ્યા હોય થોડી ખુશી છે પરંતુ તૈયારીના અભાવે થોડો ભય પણ છે.વિધાર્થી પ્રવીણ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, આજે સેન્ટરોમાં અમારી પરીક્ષાઓ શરૂ થઈ છે. સેન્ટરોમાં આવ્યા ત્યાં સોશિયલ ડિસ્ટન્સ માટે અને માસ્ક માટેની પણ તમામ વ્યવસ્થાઓ સંચાલકો દ્વારા કરવામાં આવી છે. તો એક્ષાપરીમેન્ટલ હાઈસ્કૂલના ઈન્ચાર્જ પિ્રન્સીપાલ ધનરાજભાઈ ઠકકરે પણ આજથી ધો.૧૦ અને ૧રના રિપીટર વિધાર્થીઓની પરીક્ષાાઓ નિષ્પક્ષા રીતે યોજાય તે માટે તમામ સેન્ટરો પર સીસીટીવી કેમેરાની નિગરાની હેઠળ પરીક્ષાાઓ લેવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું.