પાટણ શહેરના હાઈવે સ્થિતિ ચાણસ્મા રેલવે ફાટક પાસે નિર્મળ નગર રોડ પર આઠ જેટલી સોસાયટીઓ આવેલી છે તેમછતાં પાલિકા તંત્ર દ્વારા આજદીન સુધી પાયાની ગણાતી સુવિધાઓથી આ વિસ્તારના રહીશોને વંચિત રાખતાં સ્થાનિક લોકોમાં પાલિકા તંત્ર વિરુધ્ધ રોષ જોવા મળી રહયો છે. તો આ આઠ સોસાયટીને જોડતાં રસ્તા સાવ બિસ્માર હાલતમાં હોઈ હાલ ચોમાસા દરમ્યાન તેઓને ખૂબજ હાલાકી ભોગવવી પડી રહી છે.
એટલું જ નહીં સતત ભૂગર્ભના ગંદા પાણી પણ રોડપર રેલાતાં સ્થાનિકો રોગચાળાની ભીતિ પણ સેવી રહયા છે ત્યારે ચોમાસા દરમ્યાન આ સોસાયટીના સ્થાનિક રહીશોને આવવા જવામાં મુશ્કેલી ન પડે તે માટે તેઓના વોર્ડના કોપોરેટરને રજૂઆત કરતાં કોપોરેટર દ્વારા રોડ પર માટી નાંખીને ખાડાઓનું પુરાણ કરી રોડને સમતળ કરવાના પ્રયત્નો હાથ ધર્યા હતા
પરંતુ સ્થાનિક લોકોની માંગ છે કે નિર્મળનગર રોડ પર આરસીસી રોડ વહેલી તકે કરી આપવાની માંગ સાથે કોપોરેટર દ્વારા કરવામાં આવેલી કામચલાઉ કામગીરીથી તેઓને સંતોષ ન હોવાનું પણ જણાવ્યું હતું અને પાલિકામાં વર્ષોથી તેઓ પ્રાથમિક સુવિધાથી વંચિત હોઈ તેઓની સોસાયટીઓમાં પ્રાથમિક સુવિધાઓ કરવા પણ સ્થાનિક લોકોએ માંગ કરી હતી.