રાજ્યમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી (Gujarat- Heavy rain forecast) હવામાન વિભાગ (Weather department) તરફથી આપવામાં આવી છે. જેના પગલે રવિવારથી જ દક્ષિણ ગુજરાત માં ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને પગલે વાપી નજીકથી પસાર થતી દમણગંગા નદી તોફાની બની છે. જેના પગલે દમણ ગંગા નદી પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
દમણ ગંગા પર આવેલા મધુબન ડેમમાથી પાણી છોડવામાં આવતા નદીમાં પૂર આવ્યું છે. મધુબન ડેમના સાત દરવાજા ખોલવામાં આવ્યા છે.
મળતી માહિતી પ્રમાણે દમણ ગંગા નદી પર આવેલા મધુબન ડેમ માંથી 75 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. નીચાણવાળા વિસ્તારમાં નદી કાંઠે રહેતા લોકોને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે.
દમણગંગા નદી પર પોલીસ પહેરો ગોઠવી દેવાયો છે. લોકો નદી કિનારા નજીક ન જાય તે માટે આ બંદોબસ્ત ગોઠવાયો છે. બીજી તરફ કિનારાના ગામોને નદી કાંઠાથી દૂર રહેવાની સૂચના આપવામાં આવી છે.