શ્રીલંકાએ ઈન્ડિયા સામે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચ કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં શ્રીલંકન ટીમે 9 વિકેટના નુકસાને 275 રન બનાવ્યા છે. ટીમ ઈન્ડિયાને જીતવા માટે 276 રનનો લક્ષ્યાંક મળ્યો છે. જેના જવાબમાં ઈન્ડિયન ટીમે 7 વિકેટ ગુમાવીને ટાર્ગેટ પૂર્ણ કર્યા હતો. આ મેચમાં દિપક ચહર મેચનો હિરો સાબિત થયો હતો. તેની ફિફ્ટીની મદદથી ભારતીય ટીમે મેચ જીતી લીધી છે.
દિપક ચહર અને ભુવનેશ્વર કુમારે આઠમી વિકેટ માટે 84 રનની ભાગીદારી કરી હતી. આ પાર્ટનરશીપની મદદથી ભારતે શ્રીલંકા સામે 3 વિકેટે જીત મેળવી હતી.
પ્રથમ ટોસ જીતીની શ્રીલંકાના કેપ્ટને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. જ્યારે ભારતીય ટીમ બોલીંગ કરશે. ભારતે ટીમમાં કોઈ પણ બદલાવ નથી કર્યો જ્યારે શ્રીલંકાની ટીમમાં એક બદલાવ કરવામાં આવ્યો છે. ઈસરુ ઉદનાના સ્થાને કાસૂન રંજીતાને ટીમમાં સ્થાન મળ્યું છે.
શ્રીલંકાએ બીજી વનડેમાં ભારત સામે 276 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ટોસ જીત્યા પછી પ્રથમ મેચ રમતા શ્રીલંકાએ 50 ઓવરમાં 9 વિકેટે 275 રન બનાવ્યા હતા. અસલંકાએ 65 અને અવિશ્કા ફર્નાન્ડોએ 50 રન બનાવ્યા. ભારત તરફથી ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર અને લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે 3 વિકેટ લીધી હતી. ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સામે છેલ્લી 9 વનડે શ્રેણી જીતી લીધી છે.
ભારતની પ્લેઇંગ ઇલેવન: શિખર ધવન (કેપ્ટન), પૃથ્વી શો, ઇશાન કિશન (WK),મનીષ પાંડે, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, દિપક ચહર, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ.
શ્રીલંકા પ્લેઇંગ ઇલેવન: અવિશ્કા ફર્નાન્ડો, મિનોદ ભાનુકા (WK), ભાનુકા રાજપક્ષે, દસુન શનાકા, ધનંજય ડી સિલ્વા, ચરીટ અસલાન્કા, વનિંદુ હસરંગા, ચામિકા કરુનારાત્ને, દુષ્મન્થ ચામીરા, કાસુન રંજિતા, લક્ષણ સંદાકન