પાટણ જિલ્લામાં કોરોનાની પહેલી અને બીજી લહેરમાં અનેક લોકો સંક્રમિત થયા હતા.જેમાં પાટણ શહેરના ખાનગી હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ અને ધારપુર સિવિલ હોસ્પિટલમાં પણ અસંખ્ય લોકોએ સારવાર લીધી હતી, ત્યારે કોરોનાની પહેલી અને બીજી લહેરમાં પાટણના અનેક સેવાકીય સંગઠનો સામે આવ્યા હતા અને પોતાની ઉમદા સેવા આપી હતી. ત્યારે ખાસ કરીને શહેરમાં આગવું સ્થાન પામેલ આશરો ગ્રુપ દ્વારા સેવાનું ઉમદા અને ઉત્તમ ઉદાહરણ પૂરું પડાયું હતું.
આશરો ગ્રુપના પ્રમુખ રોહિતભાઈ પટેલના સચોટ માર્ગદર્શન થી આશરે ૧૦૦ થી પણ વધારે યુવાનો આ સેવા યજ્ઞમાં ખડેપગે રહીને જરૂરીયાત મંદ લોકોને ત્રણ ટાઈમનું ભોજન અને મેડિકલની સેવાઓ પૂરી પાડી ઉત્તમ કામગીરી કરી હતી. આશરો ગ્રુપના પ્રમુખ રોહિત પટેલ ભાજપમાં સક્રિય પણ કાર્યકર છે.ત્યારે તેમણે કોરોના કાળમાં કરેલી કામગીરીને ભારતીય જનતા પાર્ટીએ બિરદાવી છે.જેનેલ ઈ તાજેતરમાં જ રોહિત પટેલને પાટણ જિલ્લા કિસાન મોરચાના ઉપપ્રમુખ તરીકેની જવાબદારી આપવામાં આવી છે.
રોહિત પટેલ અનેક સેવાકીય સંસ્થાઆે સાથે જોડાયેલા છે અને કોરોના કાળમાં આશરો ગ્રુપ દ્વારા કરવામાં આવેલી સેવાકિય પ્રવૃતિને જિલ્લા વહીવટી તંત્રે પણ બિરદાવી હતી.ત્યારે આ બાબતે રોહિત પટેલે પોતાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે કોરોનાની મહામારીમાં સેવાનો મોકો મળ્યો હતો જેને અમારા ગ્રુપ દ્વારા પાર પાડવામાં આવી હતી. અને આગામી સમયમાં પણ જ્યારે કોઈ પણ કુદરતી આફત આવે ત્યારે આશરો ગ્રુપ ખડેપગેરહેશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
