સમી તાલુકાના બાસ્પા પાસે ઈકો ગાડી અને ટેન્કરનો અકસ્માત થતાં ઈકો ગાડીમાં સવાર એક વ્યિક્તનું મોત થયું હતું જ્યારે એક ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડાયા હતા.
રાધનપુરના મસાલી રોડ ઉપર રહેતા રાવળ કાંતિભાઈ અને રાવળ આનંદભાઈ સમી તાલુકાના બાસ્પા ગામ પાસે આવેલ કેનાલ પાસેથી સમી થી રાધનપુર તરફ ઈકો ગાડીમાં શાકભાજી ભરી પસાર થઈ રહ્યા હતા.
ત્યારે રાધનપુર બાજુથી સમી તરફ આવતા ટેન્કર સાથે ઈકો ટકરાતા ઇકો ચોકડીઆેમાં પલટી મારી ગઇ હતી જ્યારે ટેન્કર પણ ચોકડીઆેમાં ઘુસી ગયું હતું અકસ્માતની જાણ થતાં ગ્રામજનો તથા સમી પોલીસ દોડી આવ્યા હતા
ઇકો માં ફસાયેલ રાવળ કાંતિભાઈ દરવાજો તોડી બહાર કઢાયા હતા જ્યાં તેઆે મૃત હાલતમાં જોવા મળ્યા હતા જ્યારે આનંદભાઈ રાવળ ને માથાના ભાગે અને હાથના ભાગે ગંભીર ઇજાઆે થતાં રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર અથે ખસેડવામાં આવ્યા હતા.